ડાંગ જિલ્લામાં અતિવૃષ્ટિ

ડાંગ જિલ્લામાં અતિવૃષ્ટિ ના પગલે સાપુતારા ઘાટમાર્ગ માં ભેખડો ધસી પડવાની ઘટના બાદ જિલ્લા ભાજપ કાર્યકરો એ મહારાષ્ટ્ર થી ગુજરાત જતી એસટી બસના 130 મુસાફરો ને સાપુતારા ખાતે જમવાની વ્યવસ્થા સાથે તંત્ર સાથે સંકલન સાધી તેમની રહેવાની વ્યવસ્થા કરી માનવતાની મહેક પ્રસરાવતા અટવાયેલા પ્રવાસીઓએ તેમની કામગીરી ને બિરદાવી છે

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

 મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં અતિવૃષ્ટિ થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ભેખડો ધસી પડવા ની ઘટના સાથે પુલો પર પાણી ફરી વળ્યાં ના અહેવાલ બાદ એસટી દ્વારા સાપુતારા ખાતે જ રોકાણ કરવાની ફરજ પડતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.જોકે વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના  સૂચના અનુસંધાને જેતે જિલ્લામાં અતિવૃષ્ટિ માં અટવાયેલા પ્રવાસીઓના  સેવામાં દરેક ભાજપી કાર્યકર્તાઓએ પહોંચી જરૂરી મદદ પહોંચાડવાની અપીલ ને ધ્યાને રાખી તેમને મદદ માટે ગુહાર લગાવી હતી.જે અનુસંધાને ડાંગ ભાજપ મહામંત્રી હરીરામ સાવંત તેમની ટિમ સાથે સાપુતારા બસ સ્ટોપ પર મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગુજરાત રાજ્ય માં પ્રવેશતા 130 મુસાફરો ને વિનામૂલ્ય જમવાની વ્યવસ્થા કરી તંત્ર સાથે સંકલન સાધી તેમને માર્ગ ખુલ્લો ન થાય ત્યાં સુધી ગુજરાત પ્રવાસન નિગમ ની હોટલમાં રોકવાની સુઘડ વ્યવસ્થા પુરી પાડી માનવતાની મહેક પ્રસરાવી હતી.સાપુતારા ઘાટમાર્ગ માં પડેલ ભેખડ હટાવવા બીજા દિવસે બપોર સુધી સમય લાગતો હોય ગુજરાત રાજ્યના સંવેદનશીલ વાહનવ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીની દરિયાદીલી ની સૌ એસટી મુસાફરો દિલથી આભર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *