
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૧૨ : ડાંગ જિલ્લામા ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત પ્રજાજનોની કોઈ પણ જરૂરિયાત માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આગળ આવ્યુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઈ જવાના, ઘરવખરીને નુકસાન થવાના, કે ફલડને કારણે ઉદ્ભવેલી કોઈ પણ સ્થિતિમા જરૂર પડ્યે તમામ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબરો જાહેર કરી મદદ માટેનો હાથ લંબાવ્યો છે. ખાસ કરીને ભારે વરસાદને કારણે છૂટક મજુરી કરીને પેટીયુ રળનારા શ્રમજીવીઓ, કે જરૂરીયાતમંદોને જરૂર પડ્યે ફૂડ પેકેટ, આવશ્યક દવાઓ સહિતની કોઈ પણ જરૂરીયાત માટે સંઘ પરિવારે તત્પરતા દર્શાવી છે. આ માટે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર, શામગહાન, અને પીપલદહાડ સેક્ટરમાથી તાત્કાલિક મદદ માટે સંપર્ક નંબર ; (આહવા ; ૯૪૨૭૪ ૬૬૩૨૦, ૭૦૪૬૮ ૦૪૩૦૩, ૯૪૨૭૭ ૦૬૬૮૫, અને ૯૪૨૬૪ ૪૬૧૫૪), (વઘઈ ; ૯૯૨૪૦ ૦૯૧૧૧, ૮૧૪૧૬ ૯૧૪૫૬, અને ૯૭૩૭૧ ૭૧૧૪૯), (સુબીર અને પીપલદહાડ ; ૯૬૦૪૯ ૮૮૪૯૮, ૯૪૨૮૫ ૧૩૨૦૦, અને ૯૪૨૬૧ ૧૦૬૧૦) તથા (શામગહાન અને ગલકુંડ ; ૯૮૨૪૬ ૭૬૭૩૪, ૯૪૨૭૮ ૬૯૨૩૭, અને ૯૫૫૮૬ ૫૧૯૯૧) ઉપર સંપર્ક સાધવા અપીલ કરવામા આવી છે.
