વલસાડમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા માટે તા. 18 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

વલસાડ જિલ્લામાં યોગાસનના ખેલાડીઓને શોધી યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે વલસાડ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા તા. 21 ઓગસ્ટને રવિવારે સવારે 7-45 કલાકે શહેરની લોટ્સ હોસ્પિટલ સામે ગીતા સદનમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સબ જુનિયર ગૃપમાં 9 થી 14 વર્ષના બાળકો, જુનિયર ગૃપમાં 14થી 18 વર્ષના કિશોર-કિશોરીઓ અને સિનિયર ગૃપમાં 18 વર્ષથી ઉપરના પુરૂષ અને મહિલાઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીએ પ્રતિ ઈવેન્ટ એન્ટ્રી ફી રૂ.100 ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે. તા. 18 ઓગસ્ટ પછી ફોર્મ સ્વીકારાશે નહીં. ખેલાડીએ સ્પર્ધા દરમિયાન આધાર કાર્ડ ફરજિયાત રાખવાનો રહેશે. સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *