ગુજરાત કરશે આંગળીના ટેરવે FIR: શ્રી હર્ષ સંઘવી

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત ઓનલાઈન e-FIR જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ

ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર બનાવતું ડિજિટલ ગુજરાત: શ્રી હર્ષ સંઘવી

પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે: શ્રી હર્ષ સંઘવી

ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરાયેલ લોક ઉપયોગી સેવા e-FIRએ ગુજરાતના નાગરિકો સાથે બનેલા બનાવોને ઝડપથી પોલીસ રેકોર્ડમાં પહોંચાડવા માટેની પહેલ છે. કોઈપણ નાગરિકનું વાહન કે મોબાઈલ ચોરી થાય તો તે ઘટનાની FIR કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહેલા ડિજિટલ ગુજરાતની આ અનોખી પહેલ છે,એવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં 750થી વધુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે જેથી ગુજરાતના નાગરિકો સરળતાથી પોતાની વાત પોલીસ સમક્ષ મૂકી શકે છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ e-FIR દ્વારા નાગરિકોએ પોતાનો અંગત સમય કાઢીને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા આંગળીના ટેરવે સિટિઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ પર પોતાની e- FIRનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જેનાથી ગણતરીના કલાકોમાં જ પોલીસકર્મીઓ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા ફરિયાદીને પ્રાપ્ત થતી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા છ માસમાં 4,000 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. જે આપણા રાજ્ય અને દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે. સાથે જ કહ્યું હતું કે, ગુજરાતના પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે, જે ખરેખર સરાહનીય છે. મંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના નાગરિકો અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરાયેલ આ e-FIR નો ઉપયોગ કરશે અને વધુમાં વધુ લોકોને તેનો ઉપયોગ કરવા માટે જાગૃત કરશે જેથી પોલીસકર્મીઓ અને ફરિયાદી બંનેનો સમય ન બગડે.


અંતે તેઓએ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલ નુક્કડ નાટકનું મનોરંજન માણી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાકેશ શાહ, ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૉલેજના વિદ્યાર્થીઓ અને યુવાનો સહભાગી થયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM