મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લેંબાની વાવો ખાતે ૭૩ મોવન મહોત્સવ કેબીનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાઇ

આજના વિશેષ દિવસે સંકલ્પ લઈએ કે  વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને વૃક્ષોનુંરક્ષણ કરીએ – મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લેંબાની વાવો,અર્બુદા મંદિર ખાતે ૭૩ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૨ ની ઉજવણી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના  અધ્યક્ષ સ્થાને  મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી ઉજવણીનો શુભારંભ કરાવ્યો.

      આ પ્રસંગે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણેજણાવ્યું કે,ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો અને વનોમાં પરમાત્માના દર્શન થાય છે.વૃક્ષો કાર્બનડાયોક્સાઈડ (અંગારવાયું) રૂપી ઝેર શોષીને અમૃત રૂપી પ્રાણવાયું આપવાનું ઉત્તમ કાર્ય વૃક્ષો કરે છે..કોરોના આવ્યા બાદ ઓક્સિજન નું મહત્વ સમજાયું. તેથી આજના વિશેષ દિવસે સંકલ્પ લઈએ કે વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને રક્ષણ કરીએ. વનો  પર્યાવરણ સંતુલનને જાળવી રાખે છે

તેમણે વધુમાં જણાવ્યું કે,ગુજરાતના પનોતા પુત્ર સ્વ.શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શી વનમહોત્સવના પ્રણેતા હતા. તેમને વૃક્ષ ઉછેર પ્રત્યે ઘણો જ લગાવ હતો. ભારત દેશ આઝાદ થયા પછી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શી સંસદમાં કૃષિ અને અન્ન પ્રધાન હતા.વન અને વન ઔષધીઓથી ભરપુર એવા મહીસાગર જીલ્લાના વનોને કારણે મહીસાગર જીલ્લાનું મહત્વ ખુબજ અનેરું છે. આ વર્ષે મહિસાગર જીલ્લામાં ૨૬.૬૮ લાખ રોપા રોપવાના નક્કી થયેલા લક્ષાંક મુજબ વન વિભાગ દ્વારા જીલ્લાના અન્ય વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વાવેતર કરીને ૧૦૦ % જેટલી સિધ્ધિ હાંસલ કરીને ખુબ જ સારું વનીકરણનું કામ કરેલ છે. તેમજ રોડ સાઈડ વાવતેર , કેનાલ સાઈડ વાવેતર, રેલ્વે સાઈટ વાવતેર, ગ્રામવન પિયત તથા બિનપિયત તથા ખેડુતોના ખેતરમાં શેઢેપાળે વૃક્ષ વાવતેર જેવી વિવિધ વાવેતરોની યોજનાઓ હેઠળ નકકી થયેલ ૪૨૦ હેકટર વાવેતરનો લક્ષાંકના સામે ૪૦૫.૦૦ હેકટર વિસ્તારમાં વાવતેરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧૧૯ ગામોમાં ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આગામી વર્ષોમાં પણ ખાલી પડેલી દરેક જમીનોમાં સામાજિક વનીકરણના સહયોગથી સર્વે ખેડૂત મિત્રો આર્થિક સહાયરૂપ નીવળે તેવા વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને હરિયાળું બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

       આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે જણાવ્યું કે એક વૃક્ષ રોજના ત્રણ થી ચાર સિલિન્ડર જેટલોઓક્સિજન પૂરો પાડે છે તેથી વૃક્ષોને કાપતા અટકાવીએ અને વૃક્ષોનો ઉછેર કરીયે.દરેક વૃક્ષ માનવ માટે ઉપયોગી હોઈ છે. વધુ વૃક્ષો વાવી આપણી અને આપણા પર્યાવરણની સમતુલા જાળવીયે અને ગુજરાતને હરિયાળું બનાવીએ અને તે થકી આપણે શુધ્ધ ખોરાક અને શુધ્ધ હવા મેળવી શકીશું. આથી આપણા બધાનું જીવન તંદુરસ્ત રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

        આ પ્રસંગે નર્સરી ઉછેર માટેના ચેકોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી માટે વનવિભાગના કર્મચારીઓ નું પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

આ પ્રસંગે નાયબ વન સરક્ષકશ્રી એન વી ચૌધરી એ સ્વાગત પ્રવચન અને મદદનીશ વન સરક્ષકશ્રી એસ બી ખાભલા એ આભાર વિધિ કરી હતી. મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ

ઉપસ્થિત નાગરિકોએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલા રાજ્યકક્ષાના સુરેન્દ્રનગરનાવઠવાણ ખાતેના વનમહોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટરશ્રી ડૉ.મનીષકુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી,ગોધરા વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી એમ.એલ.મીના, પૂર્વ ધારાસભ્યશ્રી લુણાવાડા કાળુભાઇ માલિવાડ,ડી.વાય.એસ પી શ્રી વડવી, કડાણા-સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સહિત મહાનુભાવો, વન વિભાગના અધીકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, વન મંડળીઓના લાભાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *