


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના પત્ર ના અનુસંધાને ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ,મોડાસા દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રન ફોર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીનું પ્રસ્થાપન મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસારના હસ્તે કરવામાં આવ્યું હતું. રેલીમાં મંડળના સર્વે હોદ્દેદારશ્રીઓ તથા સદર મંડળના બધી જ કોલેજોના આચાર્યશ્રીઓ અધ્યાપકશ્રીઓ બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા સર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.એચ.એસ.ખરાડી ડૉ.એસ.એમ.દવે તથા પીટીઆઇ રાજેશ ખરાડી દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા માટે મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખશ્રીઓ તથા પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ શાહ અને કોલેજના આચાર્યશ્રી ડૉ.કે.પી.પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.