– સોમવારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
– વોર્ડ નં. ૧૦ ના ભા.જ.પ. ના હોદ્દેદારો હાજરી આપશે.
– અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક હાઈસ્કૂલ, પરિવર્તન સ્કૂલના છાત્ર–છાત્રાઓ રેલીમાં જોડાશે.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહાદેવધામના પટાંગણમમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ છેલ્લા ૩૯ વર્ષથી રાષ્ટ્રીય ત્યૌહારના આયોજનોમાં અગે્રસર છે.
જાથાના પ્નમુખ જયંત પંડયાએ જણાવ્યું કે જીવનનગરમાં સામાજિક, રાષ્ટ્રીય, સેવાકીય, સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય છે. ગુજરાતભરમાં સમિતિની પ્નવૃત્તિ અગે્રસર છે. તા. ૧પ મી સોમવાર સવારે સાડા આઠ કલાકે જીવનનગર ચોકમાં દેશપ્નેમ–દેશદાઝ, રાષ્ટ્રીય પર્વ અન્વયે કાર્યક્રમો યોજાનાર છે. રાષ્ટ્રીય એકતા રેલી માર્ગો ઉપર નીકળી દેશપ્નેમના સૂત્રોચ્ચાર કરશે. રહીશોના સંતાનો વેશભૂષા પરિધાન કરશે ઉપરાંત છાત્ર–છાત્રાઓનું સન્માન થશે. સમિતિએ જનજાગૃતિ માટે મશાલ સરઘસમાં જ્યોત પ્નગટાવી મહિલાઓ આગેવાની લેવાના છે. ભારતીય તિરંગા સાથે છાત્રાઓ અગે્રસર રહેશે.
રાષ્ટ્રીય પર્વમાં પ્નદેશ ભા.જ.પ. ના મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ડૉ. રાજશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, પૂર્વ નગરસેવક નીતાબેન વઘાસીયા, અશ્વિનભાઈ ભોરણીયા ખાસ હાજરી આપવાના છે. વોર્ડ નં. ૧૦ ના ભા.જ.પ. ના હોદ્દેદારોમાં શહેર ભા.જ.પ. ના ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી – હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, ઉપપ્નમુખ – કિશોરભાઈ સોજીત્રા, અશ્વિનભાઈ કોરાટ, કાશ્મીરાબેન નથવાણી, પ્નફુલાબેન મહેતા, મનીષભાઈ ડેડકીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી – હેમાંગભાઈ માકડીયા, વશીષ્ઠભાઈ જોષી, બલરાજસિંહ રાણા, કિરણબેન શાહ, નીતુબેન કનારા, ચંદ્રિકાબેન દાફડા, કોષાધ્યાક્ષ ડૉ. આશીષભાઈ મકવાણા ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપશે.
અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક વિદ્યાલય અને પરિવર્તન સ્કૂલના છાત્ર–છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધતાથી આપશે.
રાષ્ટ્રીય પર્વની તૈયારી મંત્રી નવીનભાઈ પુરોહિત, અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, પંકજભાઈ મહેતા, ડૉ. તેજસ ચોકસી, વિનોદરાય ઉપાધ્યાય, મુકેશભાઈ પોપટ, પાર્થ ગોહેલ, ગોવિંદભાઈ ગોહેલ, વિજયભાઈ જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
અંતમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિ, સૌ. કલા કેન્દ્ર, રાવલનગર, શિવપરા આસપાસના રહીશો ધ્વજવંદનમાં ભાગ લેવાના છે.