અનિલ જ્ઞાન મંદિરના છાત્ર–છાત્રાઓ તિરંગા યાત્રામાં જોડાયા

– હર ઘર ઘર તિરંગાનું આયોજન. તા. ૧પ મી એ એકતા રેલી.
– માર્ગો ઉપર દેશભક્નિું વાતાવરણ. દેશભક્ોને યાદ કર્યા.
– જીવનનગર વિકાસ સમિતિએ જબરદસ્ત લોકચાહના મેળવી.


અમદાવાદ : દેશમાં આઝાદી કા મહોત્સવ અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથા, અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલ ઉપક્રમે તિરંગા યાત્રાનું અદ્દભુત આયોજનને ભારે સફળતા મળી હતી. માર્ગો ઉપર છાત્ર–છાત્રાઓએ જબરદસ્ત આકર્ષણ ઉભું કર્યું હતું. ઘર ઘર તિરંગાનું અભિયાન હાથમાાં લેવામાં આવ્યું છે.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ તિરંગા યાત્રાનું પ્નસ્થાન કરાવતા જણાવ્યું કે દેશ આખો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રંગે રંગાયો છે. વિશ્વની નજર ભારત ઉપર છે. વડાપ્નધાનની દીર્ઘદ્રષ્ટિએ પર્વમાં અનેરો થનગનાટ જોવા મળે છે. આ કાર્યક્રમમાં આબાલ–વૃધ્ધ સહિત સમગ્ર જનતા જોડાઈ છે. જીવનનગર હંમેશા સરકાર સાથે કામ કરે છે. નાગરિક ધર્મના ભાગરૂપ ફરજ બજાવે છે.
અનિલ જ્ઞાન મંદિરના આચાર્યા છાયાબેન દવેએ તિરંગા યાત્રાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. સરગમ કલબના વિવિધ આયોજનોની રૂપેરખા આપી હતી. છાત્ર–છાત્રાઓની પરેડ જોવા લોકો ઉમટે તેવું આયોજન છે. શિક્ષકો–શિક્ષિકાઓ, છાત્ર–છાત્રાઓના ઉમંગ–ઉત્સાહની ઝાંખી કરાવી હતી. જીવનનગર સમિતિની પ્નશંસા કરી હતી. તિરંગા યાત્રા જીવનનગર વિસ્તાર, કનૈયા ચોક, બ્રહ્મસમાજ ચોક અને રૈયા રોડ ઉપર દેશભક્નિા સુત્રોએ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. માર્ગો ઉપર દેશભક્નિું વાતાવરણ ઉભું કરવામાં સફળતા મળી હતી. સ્વાતંત્ર્ય પર્વે એકતા રેલી, મશાલ સરઘસ, વેશભૂષા, શૌર્યગીત, સન્માન સહિત કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન આવે અંધશ્રદ્ધા ભાગે, વિજ્ઞાન આવે ભુવા–ભારાડી ભાગેના સુત્રોચ્ચાર લોકભોગ્ય સાબિત થશે.
તિરંગા યાત્રામાં વિજ્ઞાન જાથા, અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવ ધામ સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, મહિલા મંડળ, ચિલ્ડ્રન કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, જાથા એસ્ટ્રોનોમી કલબ સંસ્થાઓ જોડાઈ દેશભક્મિાં લીન થયા હતા.
તિરંગા યાત્રાની સફળતામાં જાથાના જયંત પંડયા, આચાર્યા છાયાબેન દવે, ધવલભાઈ પટેલ, બંસરીબેન રાવલ, વિજયભાઈ જોબનપુત્રા, વિનુભાઈ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, અશોકભાઈ વાઘેલા, કેતનભાઈ મકવાણા, ક્રિષ્ના ઝિંઝુવાડીયા, રિધ્ધી બાબરીયા, જયોતિ ઉપાધ્યાય કશીશ ગોહેલ, ચાર્વી વૈશ્નાણી, વૈભવી ચુડાસમા, યશ્વી પાણખાણીયા, વિજ્ઞાન શિક્ષક શિતલબેન ડાંગર સહિત મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા. તિરંગા યાત્રાની સફળતા રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *