











આજે સમગ્ર દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આખા ગુજરાત રાજ્યમાં શહેર શહેર ગામડે ગામડે હર ઘર તિરંગા અંતર્ગત રેલીના આયોજન થઈ રહ્યા છે. ટંકારા તાલુકાના ગામડે ગામડે વિદ્યાર્થીઓ તેમજ ગામનો સંગાથે આયોજિત તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. ટંકારા તાલુકાના ઉપક્રમે તિરંગા યાત્રાનું અદ્દભુત આયોજનને ભારે સફળતા મળી હતી. ટંંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાએ તિરંગા યાત્રાનું પ્નસ્થાન કરાવતા જણાવ્યું કે માર્ગો ઉપર દેશભક્તોએ જબરદસ્ત આકર્ષણ ઉભું કર્યું હતું. દેશ આખો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રંગે રંગાયો છે. વિશ્વની નજર ભારત ઉપર છે. વડાપ્નધાનની દીઘદ્રર્ષ્ટિએ પર્વમાં અનેરો થનગનાટ જાેવા મળે છે.આ કાર્યક્રમમાં આબાલ–વૃધ્ધ સહિત સમગ્ર જનતા જાેડાયા. દેશભક્નિા સુત્રોએ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. માર્ગો ઉપર દેશભક્નિું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાની સફળતા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ તિરંગા યાત્રામાં ટંંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મહામંત્રી જયશ્રીબેન, કવિતાબેન તેમજ મહિલા મોરચાની ટીમને દેશભક્તિનો અનેરો અવસર શુંભ અવસર પ્રાપ્ત થયો હતો.