




રિપોર્ટ : ચિરાગ પાંડેય
માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી, વડોદરા શહેર તથા માનનીય અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રીનાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ઝોન -૩ તથા ઝોન -૪ નાઓ દ્વારા આજે તા, ૧૩ / ૦૮ / ૨૦૨૨ ના રોજ કલાક ૦૯/૩૦ થી ૧૦/૩૦ વાગ્યે હર ઘર તિરંગા ” અનુસંધાને લાલ કોર્ટ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં સાંસદશ્રી રંજનબેન ભટ્ટ, મેયરશ્રી કેયુર રોકડિયા, વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રી , અધિક પૌલીસ કમિશ્નરશ્રી MLA શ્રી સીમાબેન મોહિલે, વડોદરા શહેરના તમામ નાયબ પોલીસ કમિશ્નરશ્રીઓ તથા તમામ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ તેમજ ૧૫૦૦ બાળકો જેમાં SPC, NCC તેમજ શાળાઓના વિદ્યાર્થીઓ હાજર રહ્યા . આ ઉપરાંત ર્હોમગાર્ડના જવાનો, સિવિલ ડિફેન્સ, પોલીસ મુખ્ય મથકના પોલીસ કર્મચારીઓ, શી – ટીમની ઇ – બાઇક, શી – ટીમ પ્લાટુન, પોલીસ મુખ્ય મથકના માઉન્ટેડ વિભાગ અને બેન્ડ દ્વારા તિરંગા યાત્રા પરેડના વિવિધ પ્લાટુન્સમાં ભાગ લેવામાં આવ્યો. આ તિરંગા યાત્રા લાલ કોર્ટથી શરૂ કરી લહેરીપુરા, માંડવી ગેટ, ચાંપાનેર ગેટ, ગાંધી નગરગૃહથી પરત લાલ કોર્ટ ખાતે સંપન્ન આવી.