સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.35 મીટર

શૈશવ રાવ -રાજપીપળા

પાણીની આવક 6,24,418 ક્યુસેક નોંધાઈ.ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,532 ક્યુસેક નદીમાં છોડાયું. નદીમાં કુલ જાવક 5,44,532 ( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાંથી કુલ જાવક – 5,63,324( Gates+rbph+ chph) ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને 24 કલાકમાં ડેમની સપાટી 1.50 મીટર સુધી ઘટાડવામાં આવી,હવે 6.53 લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર 5.63 લાખ ક્યુસેક જ પાણી છોડાશે, વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા.નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોને પૂરની અસરોથી બચાવવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *