

રિપોર્ટ ,મયુર પટેલ
સુરત ડિસેબલ વેલફર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડ ડૉ. કનુભાઈ ટેલરે જણાવ્યું હતું કે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દિવ્યાંગોને વિના મૂલ્ય શિક્ષણ,તાલીમ, આરોગ્ય અને પુનઃસ્થાપન આપવાનું કાર્ય કરે છે. દિવ્યાંગોના વિકાસ માટે દરેક કાર્યોમાં સંસ્થા હંમેશા અગ્રેસર રહે છે આ જ કાર્યના ભાગરૂપે કોઈ પણ સમાજના દિવ્યાંગોને નાત જાતના ભેદભાવ વગર સર્વ જ્ઞાતિઓના દિવ્યાંગો માટે સંસ્થા સંચાલિત લગ્ન પરિચય કેન્દ્ર દ્વારા અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ એક “ભવ્ય દિવ્યાંગ સમૂહ લગ્ન સમારોહ” ધામધૂમથી યોજવાનું નક્કી કરેલ છે. આ લગ્ન સમારોહમાં લગ્ન કરનાર વ્યક્તિઓ માટે લગ્નની તમામ વ્યવસ્થા સંસ્થા તરફથી વિનામૂલ્યે કરવામાં આવશે. તેમજ દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવશે. આ સમારોહમાં વિના મૂલ્ય લગ્ન કરવા ઈચ્છતા દિવ્યાંગ યુવક અને યુવતીના વાલીઓએ જરૂરી પુરાવા સાથે રચનાબેન પહાડીયાવલા.મો.૯૬૮૭૫૬૧૯૦૪ અથવા ગીતાબેન જોષી.મો.૯૪૨૭૬૩૬૬૮૮ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત લગ્ન પરિચય કેન્દ્ર, શ્રી સાઈ સમર્થ રેસીડેન્સીની બાજુમાં શારદાયતન સ્કુલ પાછળ,લેકવ્યું ગાર્ડન સામે,ઉમરા,સુરત,૭ નો તાત્કાલિક તારીખ ૧૫.૯.૨૦૨૨ પહેલા સંપર્ક કરવા જણાવવામાં આવે છે..