
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્માષ્ટમી પર્વની મોડી સાંજે ભાવનગરમાં આયોજિત ભાતીગળ ‘દહીં- હાંડી’ના કાર્યક્રમમાં લોક હર્ષનાદ વચ્ચે ખુલ્લી જીપમાં કાર્યક્રમમાં પ્રવેશ લઇ જન્માષ્ટમી કાર્યક્રમમાં ઉમંગ-ઉલ્લાસ વચ્ચે સહભાગી થયાં હતાં.

મુખ્યમંત્રીશ્રીએ નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા બોર તળાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં દહીં હાંડીના કાર્યક્રમમાં જોડાયેલા ગોવિંદાઓને પ્રતિકાત્મક રીતે સન્માનિત કર્યા હતાં.








આ ઉત્સવમાં મુંબઇના ‘વક્રતુંડ ગોવિંદા પથક’ના એક સો પચાસ (૧૫૦) ગોવિંદાની ટીમે ઢોલ- નગારા અને ડી.જે. સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે ગોવિંદાઓનું સન્માન કર્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વરસતા વરસાદ વચ્ચે પણ bhavngar વાસીઓનો જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ કાબિલેદાર છે.
આજે ભાવનગરના આંગણે જ્યારે મુખ્યમંત્રીશ્રી પધાર્યા છે તે ભાવેણાવાસીઓ માટે આનંદનો અવસર છે.
આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ ડો. શ્રીમતી ભારતીબેન શિયાળ, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કુણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ભા.જ.પા.ના મહામંત્રીશ્રી ડી.બી. ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળિયા, શહેર ભાજપ પ્રમુખશ્રી ડો.રાજીવભાઈ પંડ્યા, યોગેશભાઈ બદાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
