જામનગર
( અહેવાલ….ભરત ભોગાયતા /તસવીર શક્તિ ધોળકીયા)

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી નુ વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નુ મીશન સાર્થક કરવા જામનગરબજિલ્લામા મહત્વની મીટીંગમા મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા તંત્ર ને પ્રોત્સહીત કર્યુ– સમીક્ષા કરી અને નયાભારત ગામેગામપ્રગતિનુ દ્યોતક છે તેમ.જણાવ્યુ હતુ તેમજ pgvcl સાથે ખાસ અલગ બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વીજપ્રશ્ર્નો તાત્કાલીક નિકાલ.કરી નિયમીત પુરવઠો જાળવવા આદેશ કર્યા હતા આવિકાસ ને સમાંતર જ લોકોના પેન્ડીંગ કામોના ઝડપી નિર્ણય લઇ સર્વાંગી સુખાકારી ઉપર ખાસ કેબીનેટ મંત્રીરાઘવજીએ મુક્યો હતો

સમય મર્યાદામાં જિલ્લાના વિકાસ કામો પુર્ણ થાય અને રસ્તા, સિંચાઈ, પાણી વગેરેને લગતા પડતર કામો પૂર્ણ કરવા મંત્રીએ સૂચનો કર્યા—હકારાત્મક અભિગમ ની સુચના આપીલોકોના કામ મા કાયદા જોગવાઇ સાથે પોઝીટીવ ઉકેલમાટે ખાસ જણાવ્યુ હતુ
આ બેઠકમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં મંત્રીશ્રીએ બેઠકમાં જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, વીજળી, માર્ગ, આરોગ્ય સહિતની બાબતોમાં હકારાત્મક વલણ કેળવી આ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું અને મુશ્કેલ જણાતા પ્રશ્નો પરત્વે મંત્રીશ્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉમેર્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, જેટકો, પાણી પુરવઠા વિભાગ, મહાનગર પાલિકા સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, નિવાસી અધિક કલેકટર શ્રી બી.એન. ખેર , પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા સંકલન સમિતીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જામનગર જિલ્લા માહિતી કચેરીના સબ એડીટર પારૂલ કાનગળ એ વિગતો આપતા જણાવ્યુ હતુ

આ વિગતોમા પારૂલ એ ઉમેર્યુ છે કે રાજ્યના કૃષિ , પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જે તે અધિકારીશ્રીઓને જામનગર જિલ્લામાં જે તે જગ્યાએ ફીડર બદલવાની જરૂર હોય તે બદલાવવા, ટિસી બદલવા અંગે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે, સમયાંતરે સબ સ્ટેશનની વિઝિટ કરવી, ઔધોગિક વિસ્તારોમાં વીજળીના પ્રશ્નો ન રહે તેમજ જે જગ્યાએ વીજળીના ફોલ્ટ હોય તેનું તાત્કાલિક નિરાકરણ અર્થે સ્પેશિયલ ટીમ બનાવીને કામગીરી કરવા સૂચનો હાથ ધર્યા હતા. આ બેઠકમાં મંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવા પીજીવીસીએલનાં ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા
