શ્રી બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટમાં બલવંતસિહ રાજપુતની સભ્ય તરીકે નિયુક્તિ 

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ ના તારીખ ૨૩ ઓગષ્ટ ૨૦૨૨ ના ઠરાવથી શ્રી બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ – બહુચરાજી વ્યવસ્થા સમિતિમાં મેહસાણા કલેકટરના અધ્યક્ષ સ્થાને ૬ સરકારી અને ૧૧ બિન સરકારી સભ્યોની નિમણુક દેવસ્થાન ટ્રસ્ટના વહીવટ અને સંચાલન માટે ૪ વર્ષ માટે નિમણુક કરવામાં આવી જેમાં બહુચરાજી માતાના મંદિરના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરનાર અને દાતા,ઉદ્યોગપતિ અને જીઆઈડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપુતની સભ્ય પદે નિમણુક કરવામાં આવતા સિધ્ધપુર વિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતના બહુચર માતાજીના ભક્તો ટેલીફોનીક અને સોસીયલ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવી રહ્યા છે. વર્ષો થી બહુચર માતાજી દેવસ્થાન ટ્રસ્ટ માટે બલવંતસિંહ રાજપુત તન-મન અને ધન થી સેવા કરતા આવ્યા છે. સરકાર દ્વારા આ સેવા વધુ વેગ પામે તે માટે બલવંતસિંહ રાજપુત સહિત અન્ય સભ્યોની નિમણુક કરવામાં આવી. સેવાકીય કોઈ પણ કાર્ય માં પીછેહટ ન કરનાર દાતાશ્રી ને આજે સૌ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *