રાજકોટ શહેર વોર્ડ નં.૬ માં જનભાગીદારીથી જૈન દેરાસર મેઈનરોડ પર સાઈડના પડખામાં પેવિંગ  બ્લોક નાખવાની કામગીરી મંજૂર કરવા બદલ માન. મેયરશ્રી ડૉ. પ્રદીપ ડવ,  શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તેમજ ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ કમિટી  પુષ્કરભાઇ પટેલનો આભાર વ્યકત કરતા વોર્ડ નં.૬ના કોર્પોરેટરશ્રીઓ

વોર્ડ નં.૬માં આવેલ જૈન દેરાસર મેઈનરોડ પર સાઈડનાં પડખામાં પેવિંગ બ્‍લોક નાખવાનું કામ આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટી મિટીંગમાં રૂ.૨૧,૦૦,૦૦૦/- નુ ખર્ચ મંજુર કરવામાં આવેલ છે, આ કામગીરી જનભાગીદારી હેઠળ કરવામા આવશે. જે બદલ માન. મેયર ડૉ.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલનો વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા માર્કેટ સમિતિ ચેરમેન દેવુબેન મનસુખભાઈ જાદવ,  કોર્પોરેટર તથા માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ  ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોર્ડ નં.૬ના કોર્પોરેટર મંજુબેન કુગશીયા, પરેશભાઈ આર. પીપળીયા એ આભાર વ્‍યક્ત કરેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *