રાજકોટ શહેર  વોર્ડ નં.૨ માં આવેલ સુભાષનગર તથા નરસિંહનગર વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાની કામગીરી મંજૂર કરવા બદલ  માન. મેયરશ્રી ડો.પ્રદીપ ડવ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ નો આભાર વ્યકત કરતા વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ

     વોર્ડ નં.૨ માં આવેલ સુભાષનગર તથા નરસિંહનગર વિસ્‍તારમાં રસ્‍તાની સાઇડના પડખામાં પેવિંગ બ્‍લોક નાખવાના કામેં આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટી મિટીંગમાં રૂ.૩૨,૨૮,૨૫૦/- નુ ખર્ચ મંજુર કરવામાં આવેલ છે, આ કામગીરી જનભાગીદારી હેઠળ કરવામા આવશે. ઉક્ત કામગીરી મંજુર કરવા બદલ માન. મેયરશ્રી ડો.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલનો વોર્ડ નં.રના કોર્પોરેટર તથા ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, વોર્ડ નં.ર ના કોર્પોરેટર તથા સ્‍થાયી સમિતીના સભ્‍ય શ્રી મનીષભાઇ રાડીયા, શ્રી જયમીનભાઇ ઠાકર તેમજ વોર્ડ નં.ર ના કોર્પોરેટર શ્રીમતિ મીનાબા જાડેજા એ આભાર વ્‍યક્ત કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *