રાજકોટ શહેરના વોર્ડ નં.૯ માં રૂ.૯૬.પ૭ લાખનાં કામો મંજુર કરીને ચાલુ કરાવવા બદલ મેયરશ્રી ડૉ.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ સહીતના પદાધીકારીશ્રીઓનો આભાર વ્યકત કરતા વોર્ડ નં.૯ના કોર્પોરેટરશ્રીઓ

રાજકોટ શહેરના વોર્ડ નં.૯ માં આવેલ વિશ્વકર્મા સોસાયટી, વિતરાગ સોસાયટી, નેમિનાથ સોસાયટી, તથા દિપક સોસાયટી, ચંદન પાર્ક સોસાયટી, બોમ્‍બે હાઉસીંગ સોસાયટી સહિતના વિસ્‍તારોમાં કુલ રૂ.૯૬,૫૭,૦૦૦/- ના ખર્ચે પેવિંગ બ્‍લોક નાખવાના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો થવાથી આ વિસ્‍તારના લોકોની સુવિધામાં વધારો થશે. આ કામો મંજુર કરવા બદલ મહાનગરપાલિકાના શાસકોનો વોર્ડ નં.-૯ કોર્પોરેટરશ્રીઓ શ્રીમતી આશાબેન ઉપાધ્‍યાય, શ્રીમતી દક્ષાબેન વસાણી તેમજ શ્રી જીતુભાઈ કાટોળીયાએ ખુબ ખુબ આભારની લાગણી વ્યકત કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *