
વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એસ.એસ. પટૈલ નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બેસીક મોલેક્યુલર બાયોલોજી પર ૫ દિવસીય ટ્રેનીગ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેના અનુસંધાને જણાવવાનું કે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રીસર્ચ સેન્ટર તૈમજ વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના બાયોટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તા. ૨૯-૦૮-૨૦૨૨ થી ૦૨-૦૯-૨૦૨૨ દરમિયાન એક ટ્રેનીંગ પ્રોગામ યોજાશે. આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં દેશભરમાંથી છાત્રો તેમજ અધ્યાપકો ભાગ લેશે. આ અનુસંધાનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટશ્રી પ્રકાશભાઇ પટેલ તથા પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ તથા નૂતન સર્વ કેળવણી મંડળ ટ્રસ્ટના સમસ્ત ટ્રસ્ટીગણ તેમજ ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફે. સી. જી. જોષી તેમજ અન્ય અધિકારીઓએ આગામી સપ્તાહમાં યોજાનાર આ ટ્રેનીંગ પ્રોગ્રામની સફળતા માટે શુભકામના પાઠવેલ છે.
