વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ કરી તે સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તેમજ ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીનો અનુરોધ

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

આણંદ-  શુક્રવા:  : જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને  આણંદના સરકીટ હાઉસ ખાતે જિલ્લા  સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ,  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર અને  ધારાસભ્યો સર્વ શ્રી અમીતભાઇ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નિરંજનભાઇ પટેલ અને પૂનમભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વિભાગોને  લગતા મંડળીઓના, વીજ જોડાણના, જમીન માપણીના, પાણી-પુરવઠાના, ગેરકાયદે બાંધકામના, પ્રધાનમંત્રી આવાસ યોજના, એસ.ટી.ના, આંગણવાડીના, આયોજનના કામોના, ચૂંટણી કાર્ડના, પુરવઠા સહિત  વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં રજૂ કરવામાં આવેલ પ્રશ્નોની કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ  વિગતવાર  ચર્ચા કરીધારાસભ્યશ્રી દ્વારા  રજૂ કરવામાં આવેલ પ્રશ્નો પરત્વે હકારાત્મક ઉકેલ લાવવાની સાથે જે પ્રશ્નો પડતર રહેવા પામ્યા છે તે પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવાની તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ ચોમાસની ઋતુમાં ખાસ કરીને જોવા મળતા પાણીજન્ય રોગો મારફતે રોગચાળો ફાટી ન નીકળે તે માટે જરૂરી સાફ-સફાઇ સહિતના તકેદારીના તમામ પગલાં ભરવા જિલ્લાની તમામ નગરપાલિકાઓ સહિત તમામ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

કલેકટરશ્રીએ આયોજનના કામો સહિત આંગણવાડીના મકાનોની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય તે જોવાનું સૂચવી પ્રધાનમંત્રી અગ્રતાક્રમની યોજનાઓ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, લમ્પી ડીસીઝ સહિતી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે જોવા પણ જણાવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા/તાલુકા ફરિયાદ નિવારણ કામગીરીની કલેકટરશ્રીએ સમીક્ષા કરી પ્રજાના પ્રશ્નો કાયદાની મર્યાદામાં રહીને ત્વરિત નિકાલ થાય તે જોવા સુચવ્યું હતું.

બેઠક દરમિયાન કલેકટર શ્રી દક્ષિણીએ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્તમાનપત્રોમાં માહિતી વિભાગ દ્વારા આપવામાં આવતી જાહેરખબરોના જે તે વિભાગોના બાકી બીલોની વિગતો જે તે વિભાગોને મોકલી આપવામાં આવી છે તેની જાણકારી આપી સંબંધિત વિભાગોને આવા બાકી બીલોની સત્વરે ચૂકવણી થઇ જાય તે જોવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજયાણ, નિવાસી અધિક કલેકટર શ્રી કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જી.વી.દેસાઇ, જિલ્લા આયોજન અધિકારી શ્રી રાવલ,  જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓસહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *