


ભરૂચ ખાતે ઓમકારનાથ ઠાકુર હોલમાં “NEW INDIA FOR YOUNG INDIA-Techade of opportunity” કાર્યક્રમ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતમાં યોજાયો


ભરૂચ ખાતે ઓમકારનાથ ઠાકુર હોલમાં “NEW INDIA FOR YOUNG INDIA-Techade of opprtunity” કાર્યક્મમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉધ્યમશીલતા તથા સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ “ડિસ્ટ્રીક્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન ફ્રેમવર્ક”નું અનાવરણ કરવામાં આવ્યું.મંત્રીશ્રી દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં સૌથી વધુ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિપુલ તકો રહેલી છે. સેમીકન્ડક્ટર, સ્પેસ મટિરીયલ્સ, ડ્રોન, એઆઇ, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સ્ટાર્ટઅપની વ્યાપક તકો રહેલી છે. દેશ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન દેશમાં એક સો યુનિકોર્ન એવો છે કે, જેમની વેલ્યુએશન રૂ. ૮૦ હજાર કરોડ જેટલી થવા જાય છે. આ બાબત જ દર્શાવે છે કે, ભારત સ્ટાર્ટઅપ થકી અર્થતંત્રમાં ઉભરી રહ્યું છે.
ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારત વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે, એમ કહેતા કેન્દ્રિય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી દસ વર્ષમાં ભારત વિશ્વની ટેક્નોલોજીની જરૂરિયાતોને સંતોષશે, એ પ્રકારે કામ થઇ રહ્યું છે. દેશની યુવાશક્તિ વિશ્વને મહાત આપી રહી છે અને દુનિયાની સારી સારી કંપનીઓને પણ ભારતીય યુવાનો હંફાવી રહ્યા છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની દુરંદેશિતાથી વિશ્વમાં અનેક પ્રકારના પડકારોને પાર પાડીને દેશમાં સૌથી વધારે ફોરેન ઇન્વે્ટમેન્ટમાં ધરાવતો દેશ બન્યો છે.આ ઉપરાંત કોરોના કાળમાં સૌથી વધારે વેક્સિનેશન તથા બહુ મોટી સંખ્યામાં નાગરિકોને આ સમયગાળામાં અનાજ આપવાની સૌથી મોટી યોજના અમલમાં મૂકી હતી.
ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગના કારણે દેશમાં સુસાશનનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, તેમ કહેતા તેમણે ઉમેર્યું કે, આજે દેશના ગરીબોને તેમને મળવાપાત્ર લાભો સમયસર અને સીધેસીધા તેના ખાતામાં ડીબીટી મારફતે મળી રહ્યા છે.
ઇન્ટરનેટ સલામત અને વિશ્વાસપાત્ર, જવાબદાર અને તમામ નાગરિકો માટે સરળ ઉપલબ્ધ હોવાની આવશ્યક્તા ઉપર ભાર મૂકતા શ્રી ચંદ્રશેખરે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા લીગલ ફ્રેમ વર્ક તૈયાર કરીને આ ક્ષેત્રને વધુ જવાબદેહી બનાવવામાં આવ્યું છે. સાયબર સિક્યુરિટી માટે સરકાર સતત પગલા લઇ રહી છે.
શ્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા,સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને ડિઝીટલ ઇન્ડિયાના પાયા ઉપર નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું અને દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે .આવનાર દાયકો ભારતનો છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આગામી ૧૦ વર્ષ “ન્યુ ઇન્ડિયા ફોર યન્ગ ઇન્ડિયા”ના સૂત્રને સરકાર યુવાશક્તિ સાથે મળીને સાકાર કરશે, ભારતમાં ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં રહેલી વિશાળ તકોમાં દેશમાં ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટી સર્જશે.આ પ્રસંગે મંત્રીશ્રીએ सारे जहां से अच्छा , डिजिटल इंडिया हमारा તેમજ डबल ऐंजिन सरकार,अपना सपना साकार જેવા નારા પણ આપ્યા હતા.
આ પ્રસંગે રાજ્ય શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે “શિક્ષણ દ્વારા સમાજનો ઉત્થાન” વિધાનને સાચા અર્થમાં મૂર્તિમંત થયુ છે . વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા ન્યુ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે મહીલા ઉદ્યોગ સાહસિકતા સશક્તિકરણ સાથે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભરતાની વાત પણ કરી હતી.મહિલા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ટેકનોક્રેટ અંતર્ગત મહિલા ઉદ્યમીઓને પણ આર્થિક રીતે પગભર કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ચાલતી વિવિધ યોજનાઓની સરાહના કરી હતી. મહીલા નેતૃત્વ સહિત સામજિક પરિવર્તન માટે માટે તકનિકી સંસ્થા અને વિદ્યાલયો પણ અગત્યની ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, ‘ભારતનું મીની ઇન્ડિયા છે.’ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાં, આત્મ નિર્ભર ભારત બનાવવા તમામને રોજગારી માટે ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા ખરેખર સાર્થક બનવા જઈ રહ્યું છે. રોજગારી માટે ITI જેવી તાલીમ સંસ્થાઓ તથા વિવિધ સ્કીલ ઇન્ડીયા મીશનના કાર્યક્રમોનો ફાળો અગત્યનો રેહશે.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર શ્રી એમ.નાગરાજન, જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા, નગર પાલિકા પ્રમુખ શ્રી વિનય વસાવા, શિક્ષણ જગતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
