

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમા આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત માનનીય નાયબ પોલીસ અધીક્ષક શ્રી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામા તેમજ અંકલેશ્વર પોલીસ ઇન્સ્પેકટર શ્રી વાલા સાહેબ તેમજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલની હાજરીમાં બેઠક યોજાઇ. અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાના શાંતિ સમિતિના સભ્યશ્રીઓ અને ગણેશ ઉત્સવ સમિતિના આયોજકશ્રીઓ, સભ્યશ્રીઓ હાજર રહ્યા, સાથે વિવિધ સમાજ આગેવાનો અને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો હાજર રહ્યા.
