જિલ્લાની વિવિધ કચેરીના અધિકારી/કર્મચારીઓએ પણ પ્રતિજ્ઞા લીધી
અરવલ્લી જિલ્લામાં ભારત સરકાર ધ્વારા કોવિટડ-૧૯ જન આંદોલન અભિયાન તા. ૭ ઓકટોબર થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ છે. આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર તથા અધિક જિલ્લા કલેકટરશ્રી આર.જે. વલવી અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓએ કોરોના મહમારીને અટકાવવા માટે લોકોમાં જાગૃત્તિ આવે અને લોકો માસ્ક પહે્ર્યા વિના ઘરની બહાર નહી નીકળવા, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવવા,વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝ કરતા રહેવા,પોતાની તથા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્દ્રતિઓ અપનાવવા અને યોગ- વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારવા, પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી અને દરેક અધિકારી/કર્મચારીઓને અનુસવા તથા અરવલ્લી જિલ્લાની જનતાને માહિતગાર કરવા કલેકટરશ્રીએ અપીલ કરી હતી.



