ભુકંપ સમજી લોકોભયભીત બની જીવ લઇ ને ઘરોમાં થી બહાર નીકળી ગયા

યાત્રાધામ શામળાજી માં રાત્રે ભુકંપ આવ્યો હોય તેમ લોકો ધરની બહાર દોડી આવ્યા નેશનલ હાઇવે દ્વારા છ માર્ગીય રોડ નું કામ ચાલુ છે ત્યારે શામળાજી પાસે ડુંગર કટીંગ કરવા માટે હોલ પાડીને બ્લાસ્ટ કરવાથી મકાનો અને દુકાનો  ધ્રુજી ઉઠી દુકાન નો માલ નીચે પડી ગયો હતો આ રીતે બ્લાસ્ટ કરવાથી પવિત્ર  પ્રાચીન મંદિર ને પણ અસર થઈ શકે છે હાઈવે રોડ પર બંનેને બાજું ટ્રાફિક બંધ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો આજુબાજુ ઘુળ ના મોટા ગોટા થયાં હતાં યાત્રાધામ શામળાજી માં ગત રાત્રિએ લોકો ભર ઉધમાથી ઉઠીને ધરની બહાર દોડી આવ્યા હતા ભુકંપ આવ્યો હોય તેમ જમીન ધુજી ઉઠી હતી ધરોના વાસણો પર નીચે પડી ગયાં હતાં રાત્રે જ લોકો એકબીજાને પુછતા હતા કે ભુકંપ આવ્યો કે શું તપાસ કરતા ખબર પડી કે નેશનલ હાઇવે વાડા એ બસ સ્ટેન્ડ ની સામે ડુંગર કટીંગ કરવા માટે મોટા હોલ પાડીને તેની અંદર કેમિકલ ભરીને બ્લાસ્ટ કરવામાં આવેલ છે ગઈ કાલે રાત્રે વધારે પ્રમાણમાં હોલ પાડીને બ્લાસ્ટ કરવાથી ભુકંપ જેવો જ આંચકો લાગ્યો હતો લોકો ધરની બહાર દોડી આવ્યા હતા દુકાનો નો માલ પણ નીચે પડી ગયો હતો આ અંગે શામળાજી પંચાયત ના ડેપ્યુટી સરપંચ દિલીપ કટારા એ જણાવેલ કે આ રીતે બ્લાસ્ટ કરવાથી અમારા મકાન કાચા છે તેમાં તિરાડો પડી ગઈ છે આ રીતે બ્લાસ્ટ કરવાથી જુનું પુરાણું પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ને પણ નુકસાન થાય તેમ છે જેથી ગ્રામજનો ની માંગણી છે કે જિલ્લા કલેકટર દ્વારાઆરીતે હાઈવે ઓથોરિટી દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે. તેવું ગ્રામજનો માંગણી કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *