
ભારત સરકાર દ્વારા માન્ય નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે યોગાસન સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ સ્પર્ધામા કુલ 173 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારા, રમતગમત અધિકારી, સરકારી માધ્યમિક શાળા આચાર્ય, ડાંગ યોગાસન કોર્ડિંનેટર શ્રીમતી રચનાબેન ચલિયાવાલા, તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામા ભાગ લેનાર, અને વિજેતા થયેલ સ્પર્ધકો હવે પછી વધુ કોચિંગ મેળવ્યા બાદ રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ ઉંપરાત તેમને ઇન્ડિયા ગેમ્સ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા યોજાતી નેશનલ ગેમ્સમા ભાગ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે.

ડાંગ જિલ્લા યોગાસન કોર્ડિંનેટર, કમલેશભાઈ પત્રેકર, યોગ ટ્રેનર સરિતાબેન, દીપમાલબેન, રમેશભાઈ, બીપીનભાઈ, રણજીતભાઈ, મથુરાબેન, જયરાજભાઈ પરમાર વગેરેએ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જિલ્લા કક્ષા સ્પર્ધામા યોગાસનના ખેલાડીઓ, યોગ શિક્ષકો, યોગાસન કોચ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.