અમિયાપુર ગામ ખાતે મતદાર યાદી સુધારણા તેમજ નવા મતદારો ઉમેરવા માટેનો કાર્યક્રમ યોજાયો

તા. ૨૮/૦૮/૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી ૭:૩૦ વાગ્યા સુધી ગાંધીનગર મહાનગર વોર્ડ ૧૧ ભાજપા સંગઠન દ્વારા અમિયાપુર ગામ ખાતે આવેલ પલાશ – ૮૦ સોસાયટી ખાતે મતદાર યાદી સુધારણા તેમજ નવા મતદારો ઉમેરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમમાં વોર્ડ ૧૧ ના કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, મહામંત્રીઓશ્રી ભવાનસિંહ વાઘેલા, ભીખાભાઈ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ આચાર્ય, મંત્રીશ્રી જયેશભાઈ પંચાલ તથા સ્થાનિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૬૦- જેટલા નવા મતદારો/અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા મતદારો/સરનામું ફેરફાર કરવાનું હોય તેવા મતદારોના ફોર્મ ભરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ પલાશ – ૮૦ ના રહીશોનો તેમજ મતદારોમાં મતદાર સુધારણા અંગે જાગૃતતા લાવવા બદલ સોસાયટીના ચેરમેનશ્રી જગદીશભાઈ રાઠોડશ્રીનો ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૧ સંગઠન તરફથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *