મુન્દ્રા કોલેજના છાત્રો તાલુકાકક્ષાના યુવા મહોત્સવમાં ઝળકયા

રાજ્યની યુવા પ્રતિભાઓને બહાર લાવવા માટે રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાથી માંડી રાજ્યકક્ષા સુધી યુવા મહોત્સવ ઉજવવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં મુન્દ્રાની આર.ડી. હાઈસ્કૂલ ખાતે યોજાયેલ તાલુકાકક્ષાના યુવા મહોત્સવમાં મુન્દ્રાની શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી સાત વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ઝળકયા હતા.


યુવા મહોત્સવની લગ્ન ગીત સ્પર્ધામાં સંધ્યાબેન ચૌધરી (પ્રથમ), લોકવાર્તામાં રાજ ગઢવી (પ્રથમ), નિબંધ લેખન સ્પર્ધામાં હીનાબેન પટેલ (પ્રથમ), ગઝલ લેખન સ્પર્ધામાં સંજય ગોહિલ (પ્રથમ), અને રાજ ગઢવી (દ્વિતીય), ચિત્ર સ્પર્ધામાં પ્રગતિબેન આહીર (દ્વિતીય), ભજન સ્પર્ધામાં સામરા ગઢવી (દ્વિતીય), અને પ્રાધ્યાપક કાનજી ગઢવીએ (તૃતીય) ઉત્કૃષ્ઠ દેખાવ કરીને કોલેજનું નામ રોશન કર્યું હતું. કોલેજના પ્રાધ્યાપકો જ્યોતિકાબેન આહીર, કાનજી ગઢવી તેમજ અફસાનાબેનએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિજેતા છાત્રો તથા માર્ગદર્શન આપનાર પ્રાધ્યાપકોને શાળાના આચાર્ય ડો. દીપકભાઈ ખરાડી તથા ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસરે અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *