
રિપોર્ટ, મયુર પટેલ
તાપી જિલ્લાના સોનગઢ ખાતે પ્રદેશ કિસાન મોરચા દ્વારા થનાર કાર્યક્રમ “નમો કિસાન પંચાયત”ના ભાગરૂપે ગુજરાતના ૧૪૦૦૦ ગામડામાં સરકારની સિદ્ધિઓ અને ભારતીય જનતા પાર્ટીની ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપવા માટે તાપી જિલ્લા કિસાન મોરચા દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે વક્તા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં પ્રદેશમાંથી વક્તા તરીકે આવેલ વક્તા અને પ્રદેશ કિસાન મોરચાના મંત્રીશ્રી આશિષભાઈ દેસાઈ, તાપી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરિમલસિંહ સોલંકી, તાપી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી સુનિલભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ અને વીજળી ક્ષેત્રે ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા