

રિપોર્ટ, મયુર પટેલ
૧૭૦ મહુવા વિધાનસભા અંતર્ગત મહુવા તાલુકા માં પ્રવાસી કાર્યકર્તા તરીકે શ્રી સંદીપ લેલે (મંત્રી મહારાષ્ટ્ર રાજ્ય ભાજપા ) અને શ્રી જયેન્દ્ર કોળી (મંત્રી થાણે મહારાષ્ટ્ર ભાજપા) ની આવનારી ડીસેમ્બર ૨૦૨૨ વિધાનસભા ચુંટણી ના પ્રવાસી કાર્યકર્તા તરીકે નિયુક્ત થઈ છે. જેને લઈ મહુવા તાલુકાના મીયાંપુર બાપાસીતારામ મઢુલી ખાતે પ્રવાસી કાર્યકર્તા સાથે તારીખ 13/9/ 2022 ના રોજ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, 170, મહુવા વિધાનસભા પ્રભારી અજીતસિંહ સુરમા, 170 વિધાનસભા વિસ્તારક અભિભાઈ વ્યાસ, પલસાણા તાલુકા ભાજપા પ્રભારી જીગરભાઈ નાયક, સુરત જિલ્લા સભ્ય, ઉપ-પ્રમુખ તૃષારભાઈ પટેલ, શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલ, મહુવા તાલુકા ભાજપા પ્રમુખ હિતેશભાઈ નાયક, મહુવા તાલુકા મહામંત્રી જગદીશભાઈ પટેલ, મહુવા તાલુકા મહામંત્રી હેમંતભાઈ ચૌધરી, મહિલા મોરચા પ્રમુખ મનિષાબેન ચૌધરી, તેમજ મહુવા તાલુકાના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રભારીશ્રી ઓ, અને જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતના જીતેલા સભ્યશ્રીઓ,સરપંચશ્રીઓ આ પરિચય બેઠકમાં હાજર રહ્યા હતા…