રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં

નવસારી વિદ્યાકુંજ સ્કુલમાં વિસ્પી કાસદ સ્કુલ ઓફ માર્શલ આર્ટસ દ્વારા આયોજીત ગુજરાત રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૨ ની સ્પર્ધામાં નવસારી, કસ્બાપાર પડઘા ફળિયામાં રહેતા ભાઇઓ દેવર્ષ ચેતનકુમાર પટેલ અને ઉત્કર્ષ ચેતનભાઇ પટેલે ભાગ લીધો હતો. દેવર્ષ ચેતનકુમાર પટેલે (અંડર-૫) ગુજરાત સ્ટેટ કાતા ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબર પર આવી ગોલ્ડમેડલ અને ગુજરાત સ્ટેટ કુમીતે ચેમ્પિયનશીપમાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉત્કર્ષ ચેતનકુમાર પટેલ (અંડર-૧)  બોયઝ કેટેગરીમાં ત્રીજા ક્રમે આવી બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી શહેર અને પરિવારનું નામ રાજયકક્ષાએ ઝળહળતું કર્યુ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *