ગુજરાતમાં આયોજિત ૩૬મી નેશનલ ગેમ્સનુ આયોજન દરેક રમતવીરો માટે સુવર્ણ તક છે : ટ્રાયથલોન એથ્લેટ ફોરમ બ્રહ્મભટ્ટ

ભવિષ્યમાં આવી રમતોનો ભાગ બનવા તથા સખત તૈયારી માટે નેશનલ ગેમ્સનુ આયોજન રમતવીરો માટે પ્રેરણારૂપ બનશે : ફોરમ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં આયોજિત ૩૬મી નેશનલ ગેમ્સનુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે સર્વ ગુજરાતીઓ માટે ખુબજ ગર્વનો અવસર છે. ગુજરાતમાં વડોદરા શહેરને જીમ્નાસ્ટીક તથા હેન્ડબોલની રમતની સ્પર્ધાના યજમાન બનવાની તક મળી છે ત્યારે વડોદરાના ફોરમ બ્રહ્મભટ્ટ ટ્રાયથ્લોન એથ્લેટ જણાવે છે કે ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે તે અંગે સૌને ગર્વ છે. ફોરમ બ્રહ્મભટ્ટે તેણીએ તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ટ્રાયથ્લોનમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ફોરમે આ વખતે તક ગુમાવી પરંતુ ભવિષ્યમાં આવી પ્રતિષ્ઠિત ઇવેન્ટનો ભાગ બનવા માટે સખત તૈયારી કરી રહી છે.

        બાળપણથી જ રમતગમત ક્ષેત્રમાં અત્યંત રસ ધરાવતી ફોરમે વર્ષ ૨૦૧૫ થી ગુજરાતની પહેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવાનુ ચાલુ કર્યુ હતુ. શરુઆતમાં વિવિધ દોડની સ્પર્ધામાં ભાગ લેતી ફોરમે બાદમાં સ્વિમિંગ ક્ષેત્રે જંપલાવ્યું. વર્ષ ૨૦૧૯ માં ટ્રાયથલોન રુચી વધતાં ખેલ મહાકુંભમાં ટ્રાયથલોન એથ્લેટ તરીકે રમવાનું કરવાનું ચાલુ કર્યું.  ટ્રાયથલોન એટલે એવી એથ્લેટિક હરીફાઈ જેમાં ત્રણ અલગ-અલગ ઈવેન્ટનો સમાવેશ થાય છે, સામાન્ય રીતે સ્વિમિંગ, સાઈકલિંગ અને લાંબા અંતરની દોડ એકસાથે સૌથી ઓછા સમયમાં પુરુ કરવાની સ્પર્ધા હોય છે.

        પોતાની રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ વિશે જણાવતાં ફોરમ કહે છે કે,” વર્ષ ૨૦૨૧માં ચેન્નાઈમાં પ્રથમવાર ટ્રાયથલોન નેશનલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને તેજ ઇવેંટમાં બીજો રેન્ક મેળવ્યો હતો જેનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો હતો. ત્યારબાદ હર્ક્યુલિયન ટ્રાયથલોનમાં ત્રીજું સ્થાન મેળવ્યું અને સુરતમાં ૨૯મી ગુજરાત સ્ટેટ ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો. હવે તાજેતરમાં ૧૦મી સપ્ટેમ્બરે ઉદયપુર રાજસ્થાનમાં નેશનલ ચેમ્પિયનશિપમાં મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું અને ત્રીજું સ્થાન મેળવીને ગુજરાત રાજ્યનુ નામ રોશન કર્યુ હતુ.

        ૧૧માં ધોરણમાં કરતી ફોરમ અભ્યાસ કરવાની સાથે રોજબરોજના કામની સાથે ટ્રાયથલોનમાં પોતાનુ પર્ફોર્મન્સ વધુ અને વધુ સારુ બનાવવા માટે અને સમય બહેતર બનાવવા માટે કલાકો સુધી પ્રેક્ટીસ કરવા પ્રત્યે ઉત્સાહી રહેતી. હાલમાં તેનો ટ્રાયથલોનમાં ૧ કલાક ૨૬ મિનિટનો શ્રેષ્ઠ સમય છે. તે દરરોજ ૩૦ કિલોમીટર સાયકલ ચલાવે છે, બે કલાક સ્વિમિંગ કરે છે અને ૩૦ થી ૪૦ કિલોમીટર દોડે છે. તે રમતગમતમાં તેની કારકિર્દી બનાવીને તેના સપનાને સાકાર કરવા માટે સખત મહેનત કરે છે. ફોરમને એ વાતનો પણ આનંદ અને ગર્વ અનુભવે છે કે ગુજરાત પ્રથમવાર રાષ્ટ્રીય રમતોનું આયોજન કરી રહ્યું છે જે દરેક રમતવીરને સુવર્ણ તક આપે છે.

        વધુમાં ઉમેર્યુ કે, તેને આ વર્ષે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક ગુમાવી દીધી, પરંતુ ભવિષ્યમાં તેનો ભાગ બનવા માટે સખત મહેનત કરશે. તમામ ટીમોને સારું પ્રદર્શન કરવા અને ગુજરાત માટે મેડલ જીતવા માટે શુભકામનાઓ પાઠવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *