રેસીડેન્ટ એડિશનલ કલેક્ટર એડજયુકેટીંગ ઓફિસરની કોર્ટમાં ચુકાદો

વડોદરા કોર્પોરેશનના ચેકિગમાં અખાદ્ય ખોરાકનું વેચાણ કરતા 25 વેપારીઓને 3.31 લાખનો દંડ પાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા

રિપોર્ટ : ચિરાગ પાંડેય

  • મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, દૂધ, બિસ્કીટ, શ્રીખંડ વગેરે નમુના નાપાસ થયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષ 2021-22 દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાં સેમ્પલ અખાદ્ય જાહેર થતાં 25 વેપારીઓ સામે સબ-સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડનાં કિસ્સામાં રૂપિયા 3.31 લાખના દંડની વસુલાત કરવામાં આવી છે.

ડોદરા શહેરની જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ વડોદરા મનપાનાં મ્યુનિસિપલ કમિશનરની સૂચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાદ્ય પદાર્થોનાં શંકાસ્પદ નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. લેબોરેટરીનાં પૃથ્થકરણ રીપોર્ટ આધારે સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થયેલ કુલ ૨૫ નમુનાઓમાં એડજયુકેટીંગ ઓફીસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૨૫ કેસોનો નિકાલ થવા પામ્યો છે. જેમાં જે તે ફુડ બિઝનેશ ઓપરેટર તથા પેઢીને મળી કુલ રૂપિયા 3.31 લાખનો દંડ કરવામાં આવ્યો છે. તદુપરાંત નવરાત્રી તહેવાર નિમિત્તે ગરબા ગ્રાઉન્ડ ખાતે જે ખાધ પદાર્થોનાં સ્ટોલ લગાડવામાં આવે છે તે ફુડ બીઝનેશ ઓપરેટરોએ ફરજીયાત લાયસન્સ/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

વડોદરા કોર્પોરેશનના ડેઝિગનેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના જણાવ્યા મુજબ, ખોરાક શાખાના ફુટ સેફટી ઓફિસરોની ટીમો દ્વારા જે નમૂના લીધા હતા તે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ્યા હતા, જેમાંથી 23 નમૂના સબ સ્ટાન્ડર્ડ અને બે નમૂના મિસ બ્રાન્ડેડ જણાયા હતા. આ નમૂનાઓમાં ફરસાણ, મીઠાઈ, ખાદ્ય તેલ, દૂધ, બિસ્કીટ, નોનવેજ, શ્રીખંડ, મરચું પાવડર વગેરેનો સમાવેશ થાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *