મહુવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વૈશાલીબેન પટેલનુ આત્મનિર્ભર મહિલા તાલીમ અભિયાન

રિપોર્ટ ,મયુર પટેલ

બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત સંસ્થા ‘બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન(BSVS) આરસેટી, સુરત તથા જિલ્લા ગ્રામવિકાસ એજન્સી (DRDA),સુરત ના સહયોગથી મહુવા તાલુકાના જોળ ગામે ગ્રામીણ મહિલાઓ માટે તા.૧૨.૦૯.૨૦૨૨ થી ૨૧.૦૯.૨૦૨૨ સુધી આયોજિત સ્વરોજગારલક્ષી નિઃશુલ્ક 10 દિવસીય ‘ફાસ્ટ ફુડ સ્ટોલ ઉધમી’ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ. તાલીમ કાર્યક્રમના સફળ આયોજન માટે આરસેટી સુરત ના સ્ટાફ ની અને તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રીમતી. ઉર્વશીબેન એ પણ અમૂલ્ય યોગદાન આપ્યું. આ તાલીમ દરમિયાન બહેનોને વેજ. મોમોઝ, કચોરી, સમોસા, મંચુરિયન, નૂડલ્સ, વડાપાવ, બ્રેડ પકોડા, વિવિધ પ્રકારની ચાટ વગેરે વાનગીઓ, બેંકિંગની યોજનાઓ તથા વિવિધ સરકારી યોજનાઓ વિશે માહીતી આપવામાં આવી હતી. તાલીમના સમાપન કાર્યક્રમમાં આરસેટી, સુરતના નિયામક્શ્રી અમોલ ગિતે સાહેબ , ડોમેન એસેસર શ્રીમતી મીનાબેન, ઈડીપી એસેસર શ્રી. ભીખુભાઈ, આરસેટી સુરતના ફેકલ્ટી કુ. રિધ્ધિ ગોહિલ, ઓફ઼િસ આસિટન્ટ સંદીપભાઈ પાટીલ, ઓફિસ એટેન્ડર સુધીરભાઈ ગામીત તેમજ ‘ફાસ્ટ ફુડ સ્ટોલ ઉદ્યમી’ તાલીમના તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વરોજગારનું મહત્વ સમજાવી પ્રોડક્ટ્સની ગુણવત્તા, માર્કેટિંગ તથા ઉદ્યોગસાહસિકતાના પાસાંઓ વિશે માર્ગદર્શન આપી બહેનોને આત્મનિર્ભર બનવાની હાંકલ કરી.
કાર્યક્રમના અંતમાં તમામ તાલીમાર્થી બહેનોને ઉપસ્થિત મેહમાનોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. કુ. રિદ્ધિ મેડમ દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM