નેશનલ કો ઓપરેટીવ ડેવલોપમેન્ટ, ન્યૂ દિલ્હી સંચાલિત મેમ્બર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીના મેમ્બર્સ – સિક્કિમની ટીમ દ્વારા ચરોતર ગેસની મુલાકાત

રિપોર્ટ : બીના પટેલ

ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે નેશનલ કો – ઓપરેટીવ ડેવલોપમેન્ટ, ન્યુ દિલ્હી સંચાલિત મેમ્બર ઓફ કો – ઓપરેટીવના મેમ્બર્સ – સિક્કિમના ઓફિસર્સ ની ટીમ દ્વારા ચરોતર ગેસ સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રિય સહકારી વિકાસ નિગમ ના શ્રી રોહિતભાઈ ખત્રી, મિ.રોબુંગા, ડેપ્યુટી રજિસ્ટ્રાર કો – ઓપરેટિવ સોસાયટી મિઝોરમ નુ ચરોતર ગેસના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રમેશભાઈ પ્રજાપતિ એ સ્વાગત કર્યું હતું.અને ચરોતર ગેસ વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે પધારેલ સૌ મુલાકાતીઓ એ ચરોતર ગેસ ની મુલાકાત લઈ ” કલ આજ ઔર કલ” ફિલ્મ નિહાળી હતી. સ્ત્રી સશકિતકરણ તથા મહિલાના ઉત્થાન માટે યોગદાન વિશે જયાબેન પટેલ – સીની. મેનેજર સમજણ આપી હતી રાષ્ટ્રિય સહકારી વિકાસ નિગમના શ્રી રોહિતભાઈ ખત્રી એ જણાવ્યું હતું કે અમારી ચરોતર ગેસની મુલાકાત એ અમારા માટે પ્રેરણાદાયી છે. તેઓએ ચરોતર ગેસ ની કામગીરી અને સ્ત્રી સશક્તિકરણ ને સાકાર કરવા માટેની ચરોતર ગેસ ની પહેલને બિરદાવી હતી. અને તેઓ એ ચરોતર ગેસ ના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ. જે.પટેલ, મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિઠ્ઠલભાઈ.એમ.પટેલ તથા જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર શ્રી જયેશભાઈ.જે.પટેલનો તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નો આભાર માન્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *