
અમિતકુમાર ઉપાધ્યાય અરવલ્લી
વિજ્ઞાન શિક્ષણ માટે મોડાસા શહેરની જાણીતી શ્રી સી.જી. બુટાલા સેકંડરી અને શ્રી બી.વી. બુટાલા હાયર સેકંડરી સર્વોદય હાઇસ્કૂલમાં શાળા કક્ષાનું શ્રી નવનીતલાલ શીવલાલ કોઠારી ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તા.૨૩/૦૯/૨૦૨૨ ના રોજ આયોજીત થયું.જેનું ઉદ્દઘાટન દાતા સ્વ. શ્રી નવનીતભાઈ એસ.કોઠારી ના સુપુત્ર શ્રી હરેશભાઈ કોઠારીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બિપીનભાઈ આર. શાહ , ટ્રસ્ટી શ્રી ઓચ્છવલાલ ગાંધી , શ્રી કનુભાઈ સી.શાહ , શ્રી પંકજભાઈ બી. બૂટાલા , પ્રભારી માનદમંત્રીશ્રી કિરીટભાઈ કે.શાહ ,પ્રભારી માનદમંત્રી શ્રી પિયુષભાઈ જે.પટેલ , શ્રી ઉર્મિલભાઈ શાહ , શાળાના પ્રિન્સીપાલ ડૉ આર.સી.મહેતા ઉપસ્થિત રહ્યા. નવા સંશોધન ની ઉત્સુકતા ની પ્રેરણા દર્શાવતા શાળાના બાળ વૈજ્ઞાનિકો એ પાંચ વિભાગોમાં કુલ ૫૦ જેટલી કૃતિઓ રજૂ કરી હતી.સચોટ રજુઆત અને માર્ગદર્શન માટે બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન આપી સફ્ળતા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
