ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા અને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા વાલિયા ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે,અંત્યોદયના સુત્રને સાર્થક કરવાના હેતુ અંતર્ગત છેવાડાના માનવીને આરોગ્ય ની સુવિધા ઉપલબ્ધ થાય એવા ભાવ સાથે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા મેડીસીન વિભાગ, ગાયનેક, આંખ, ઓર્થોપેડીક, બાળરોગ,નાક-કાન-ગળા, દાંત રોગ, સર્જરી,ચામડી રોગના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી, મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શેવન્તુભાઈ,વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુથ્વીરાજસિંહ, ભરૂચ ડોક્ટર સેલ પ્રતિનિધિ ડો.હેતુલ ઠક્કર, જીલ્લા કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાહ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલ હાજર રહ્યા, પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ પીઆરઓ શ્રી પંકજભાઈ અને નિતિનભાઈ હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *