ભરૂચ જિલ્લા યુવા મોરચાના દ્વારા “રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન” દોડ યોજાઇ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભારતને વિકસિત દેશની શ્રખલામા સ્થાપિત કરવા માટે સંકલ્પિત વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 17 સપ્ટેમ્બર જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધી જયંતી અંતર્ગત સેવા પખવાડીયુ ચાલી રહી છે ત્યારે આજરોજ 25 સપ્ટેમ્બર 2022 એકાત્મ માનવ દર્શન અને અંત્યોદયના પ્રણેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે રન ફોર ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા ગરીબ,વંચિત,દલિત,આદિવાસી, પછાત અને ખેડૂતના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહ્યા છે તેમણે કરેલા વિકાસના કાર્યોને રન ફોર ડેવલોપમેન્ટ થકી જન જન સુધી પહોંચે એ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ પ્રસંગે જીલ્લા યુવા મોરચાના પદાધિકારીઓ,વિધાનસભાના સંયોજકશ્રીઓ,મંડલ મોરચા પદાધિકારીઓ,જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *