ભરૂચ જિલ્લા ભાજપ ડોક્ટર સેલના પ્રમુખ ડૉ. નિલેશભાઈ દેસાઈની અનોખી સિદ્ધિ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ડૉ.નિલેશ દેસાઈ જેઓ છેલ્લા 1999 થી ભરુચ જિલ્લામા ડો તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જેઓ પોતાની નિત્યાનંદ નામથી હોસ્પિટલ 2004 થી અંકલેશ્વર શહેરમા ચલાવી રહ્યા છે અને અવિરત જનસેવા કરી રહ્યા છે. સાથે મેડીકલ ઓશોસિએશનના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે અને જેઓ રમત,ગમત ક્ષેત્રે પણ ખુબ ઉંડો રસ ધરાવે છે તેમની રુચિ પ્રમાણે. tablinton-2022 જયપુર ખાતે સ્પર્ધામા ભાગ લીધો હતો. સમગ્ર ભારતના મેડિકલ , ડેન્ટલ અને ફિજીયોથેરાપી નિષ્ણાતો ની tablinton ૨૦૨૨ સ્પર્ધા, તારીખ:- ૨૨ થી ૨૬ સપ્ટેમ્બર જયપુર ખાતે યોજાઇ હતી. આખાયે દેશ ના લગભગ ૬૦૦ જેટલા તબીબો એ ટેનિસ, બેડમિન્ટન, ટેબલટેનિસ , ચેસ , કેરમ , ગોલ્ફ , સ્વિમિંગ ની સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો. લોન ટેનિસ માં ટીમ ઇવેન્ટ માં ગુજરાત લાયન્સ ટીમે ખૂબ જ રોમાંચક સ્પર્ધા ને અંતે સુવર્ણ પદક હાંસલ કર્યો હતો જેમાં કેપ્ટન ડો નિલેશ દેસાઈ , ડો સુરેશ ઐયર, ડો પરાગ અને ડૉ મનું શર્મા સામેલ હતા. આ સાથે ડબલ સ્પર્ધા માં ડૉ નિલેશ દેસાઈ અને ડૉ ઐયરને સુવર્ણ પદક મળ્યો છે. ઓપન કેટેગરી માં ડૉ લાલન અને ડો જયેશ ને સુવર્ણ પદક મળ્યો. આમ ટેનિસ સ્પર્ધા માં મહદ અંશે ગુજરાતને પ્રથમ વખતે વિજેતા બનતા આનંદ ની લાગણી અનુભવાય છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM