લાભાર્થીઓને યોજનાકીય લાભો સમયસર મળે માટે સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ

સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ આણંદ જિલ્લામ વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક

રિપોર્ટ : બીના પટેલ

આણંદ સરકીટ હાઉસ ખાતે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના અધ્ય ક્ષસ્થાઓને જિલ્લાપ વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી. સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે સરકારના તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે તેમજ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્યાંતકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થવાની સાથે કોઇપણ સાચો લાભાર્થી સરકારની વિવિધ યોજનાકીય લાભોથી વંચિત રહેવા ન પામે તે જોવાનો પણ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.


સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્યા્ણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી જે કોઇ કામો બાકી રહ્યા હોય તેવા કામો ઝડપથી ચાલુ થાય જોવા સુચવ્યું હતું. આ ઉપરાંત સાંસદશ્રીએ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ ગામોમાં તમામ પ્રકારના લાભો પહોંચતા થાય તે જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્યુંે હતું. તેમણે વધુમાં મહિલા ઉત્કર્ષ માટે મહિલાઓને જરૂરી લોન-ધિરાણ-સહાય સરળતાથી ઉપલબ્ધ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું.
બેઠકમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે કેન્દ્રજ-રાજય સરકાર પુરસ્કૃધત અને જિલ્લાધ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી એવી વિવિધ ૪૨ પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વકચ્છવ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્થા મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્લારમાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કરી ટેન્ડનરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો.
આ બેઠકમાં કલેકટરશ્રી મનોજ દક્ષિણીએ સાંસદશ્રી દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાપને લઇ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું. વધુમાં તેમણે આગામી તા. ૧૪મીના રોજ બોચાસણ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂં આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી્ના નિયામકશ્રી જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લાલ પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લાઓ વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, જિલ્લાા આયોજન અધિકારીશ્રી રાવલ, જિલ્લાુના અમલીકરણ અધિકારીઓ સહિત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM