સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ની સુરત જિલ્લા બેઠક પ્રદેશ કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિ માં યોજાઈ…..

રિપોર્ટ મયુર પટેલ

સુરત જિલ્લા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લા ની સંયુક્ત બેઠક સુરત ખાતે પ્રદેશ કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે બેઠક યોજાઈ. લોકોના હિત એ જ રાષ્ટ્રહિત જેવા શુભ વિચારો સાથે ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી પ્રજા લક્ષી સેવા યોજનાઓ પહોંચે તે દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત કાર્યરત છે

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રાંત કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે ગુજરાત ભર નો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે સુરત જિલ્લા માં પ્રવાસ કરી સુરત જિલ્લા કક્ષાનો બેઠક રાખવામાં આવેલ જેમાં નર્મદા ભરૂચ જિલ્લો પણ સાથે જોડાયા હતા આ મિટિંગમાં સંયુક્ત ત્રણ જિલ્લાની બેઠકમાં જિલ્લા સંયોજક સહિત તમામ તાલુકા સ્થળના અને મહાનગરના સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં પ્રદેશ કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે ગુજરાત સરકારની પ્રજા લક્ષી યોજનાઓ ના માનવી સુધી પહોંચે તે દિશામાં તમામ સંયોજકોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું સાથે ગુજરાત રાજ્ય યુવા બોર્ડના આગામી કાર્યક્રમો અને પ્રજા લક્ષી આયોજન નો અને તેમની સિદ્ધિઓ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી કામે લાગી જવા હાકલ કરી હતી…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *