મુન્દ્રા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ રાજ્યકક્ષાની જ્ઞાન કવિઝ સ્પર્ધામાં ઝળકયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માહિતી અને શિક્ષણને દેશના છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના ડિજિટલ ઇન્ડિયા વિઝનના ભાગરૂપે દેશની અત્યાર સુધીની સૌથી મોટી જ્ઞાન સાથે ઈનામો આપતી ક્વિઝના ફાઇનલ રાઉન્ડમાં મુન્દ્રાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજના બે તાલીમાર્થીઓ વિજેતા થયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓ તેજસ્વી, પ્રતિભાશાળી અને જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની સિધી દેખરેખ હેઠળ ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ (G3Q)”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના 25 લાખથી વધુ લોકોએ ભાગ લીધેલ જેમાંથી સવા લાખ લોકો વિજેતા બનીને 25 કરોડથી વધારેના ઇનામો પ્રાપ્ત કરેલ. તાલુકાકક્ષા અને ત્યારબાદ જિલ્લાકક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં અમદાવાદના મણીનગર ખાતે આવેલા ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ગુજરાત જ્ઞાન ગુરુ મેગા ફિનાલે કવિઝ સ્પર્ધામાં 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાંથી છેલ્લા ત્રણ મહિના દરમ્યાન કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ વિજેતા થયેલ 34,731 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ 10 ક્રમાંકે આવનાર 410 વિદ્યાર્થીઓ માટે રાજ્યકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ 75 ક્રમાંકમાં મુન્દ્રાની બી. એડ. કોલેજના તાલીમાર્થી અક્ષય પ્રકાશભાઈ લીંબાણી અને શ્રેયા તેજસભાઈ ગોર વિજેતા જાહેર થતા તેમને કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ વી. ફફલ તથા તમામ પ્રોફેસરો અને સાથી વિદ્યાર્થીમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીએ છે કે 27 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ જાણશે ગુજરાત, જીતશે ગુજરાતના લોગો સાથે રમાયેલી ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ સ્પર્ધાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પ્રાપ્ત થયું છે જે બદલ શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *