સાબરકાંઠા જિલ્લાની ૬ નગરપાલિકામાં યુનિટી સાઇકલ રેલી યોજાઇ

હિંમતનગર શહેરમાં યોજાયેલી સાઇકલ રેલીમાં અંદાજે ૧૦૦ જેટલા લોકોએ ભાગ લીધો

૩૧ મી ઑક્ટોબર દેશભરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. એકતા અને અંખડીતતાના પર્યાય એટેલે સરદાર વલ્લભભાઇ પટેલ. ભારત સરકાર દ્વારા ૨૦૧૪માં  સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.  સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે જિલ્લાની ૬ નગરપાલિકાઓમાં સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
હિંમતનગર શહેરમાં યોજાયેલી સાઇકલ રેલીમાં ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખશ્રી યતિનબેન મોદી, હિંમતનગર મામલતદારશ્રી અંકિતભાઇ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી મહેશભાઇ ચૌધરી,પ્રાંત યુવા વિકાસ અધિકારી રાકેશભાઇ ચૌધરી, નગર પાલિકા ચીફ ઓફીસરશ્રી નવનીતભાઇ પટેલ,, ઇ.ચા જિલ્લા યુવા વિકાસ અધિકારી આશાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *