વડોદરા શહેરમાં “શિવપ્રસાદ” “શિવમહાપુરાણ કથા ”નું આયોજન

ગુજરાત રાજ્યમાં પહેલીવાર શિવ ભક્તિમય પાવન ધરા વડોદરા શહેરમાં “શિવપ્રસાદ” “શિવમહાપુરાણ કથા ”નું આયોજન તા.૩ ડિસેમ્બર ૨૦૨૨ થી ૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધી સમય બપોરે ૨.૦૦ થી સાંજે ૫.૦૦ માં અનુસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વડોદરા ખાતે વિશાળરૂપે આયોજન થઈ રહેલ છે.

• કથા વ્યાસપીઠ પર આંતરરાષ્ટ્રીય કથા વાચક પ.પૂ. પંડીત શ્રી પ્રદિપજી મિશ્રા સિહોરવાળાના મુખારવિન્દથી ૧૭૨મી કથા શ્રવણનું લાભ મળશે.

• ૫.પૂ. પંડીત શ્રી પ્રદિપજી મિશ્રા સિહોરવાળા એ સનાતન ધર્મની ધજાને જન જનમાં ભવવાન ભોલેનાથની ભક્તિની લગન લગાવી જેથી શિવાલયોમાં ભક્તોની ભીડ જામે છે. પંડીતજી દ્વારા વડોદરા કથામાં “શિવપ્રસાદ” શિવજીના પ્રસાદની મહિમાનું વર્ણન પહેલી વખત કરવામાં આવશે.

• બહેડિયા પરિવાર દ્વારા શ્રીમતી લક્ષ્મીદેવી – પન્નાલાલજી બહેડિયાના સુપુત્ર ઘનશ્યામજી એ એમના ૧૬ વર્ષીય પુત્રની અંતિમ ઈચ્છા પુરી કરવા માટે સ્વ. કાવ્યની સ્મૃતિમાં “શિવ મહાપુરાણ કથા”નું આયોજન કરેલ છે. સ્વ. કાવ્યને નાની ઉંમરમાં શિવ મહાપુરાણ કથામાં બહુ રસ હતો અને તેને શિવ મહાપુરાણનું જ્ઞાન હતું.

• “શિવ મહાપુરાણ કથા ” માં વિશાળ પાંડાલને ૧૨ જ્યોર્તિલીંગ અને નવનાથ મહાદેવનાં નામે ૨૧ વિભાગમાં પાંડાલ ખંડની વ્યવસ્થા રાખેલ છે જેમાં હજારો ભકતોની વ્યવસ્થા રાખેલ છે. તથા પાર્કિંગની વિશાળ સુવિધા કરવામાં આવેલ છે તથા કથામાં આવેલ શિવભકતો માટે ચા-પાણી, મેડીકલ સુવિધાની વ્યવસ્થા રાખેલ છે. આ વ્યવસ્થાને સાચવવા માટે ૨૫૦૦થી વધારે સ્વયં સેવકો જોડાયેલા છે જે ખડેપગે રહીને તમામ વ્યવસ્થાને સાચવશે. કોઈપણ પ્રકારના પાસ રાખવામાં આવેલ નથી.

• કથા સ્થળ અનુસુયા લેપ્રેસી ગ્રાઉન્ડમાં જવા માટે ન્યુ વી.આઈ.પી. રોડ અને પાણીગેટથી મહાવીર હોલ થઈ આજવા રોડ અવાશે અને સોમા તળાવથી ગુરૂકુળ ચાર રસ્તા, પરિવાર ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા થઈ લેપ્રેસી ગ્રાઉન્ડ પર અવાશે. નેશનલ હાઈવેથી આવનાર માટે આજવા ચોકડી પરથી કમલાનગર થઈને અનુસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ પર અવાશે.

• “ શિવ મહાપુરાણ કથા ”નું તારીખ ૩ ડિસેમ્બર ૨૦૨૨ એ બપોરે ૧.૦૦ થી ૪.૦૦ વાગ્યા સુધી અને તારીખ ૪ થી ૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધી બપોરે ૨.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી આસ્થા ચેનલ પર લાઈવ પ્રસારણ થવાનું છે અને યુ-ટયુબ તથા ફેસબુક પર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

• વડોદરા શહેર માટે સોનેરી અવસર આવેલ છે એટલે ઘેર બેઠા ગંગા આવેલ છે. અને એમાં બધા ભક્તોએ ડુબકી લગાડવાની છે. મહારાજશ્રીની કથા ૨૦૨૭ સુધી બુક થયેલ છે.

• કથા દરમ્યાન માહારજશ્રીનું સાહિત્ય ઉપલબ્ધ રહેશે.

• ૫.પુ. પંડીતજી દ્વારા “શિવપ્રસાદ” “શિવ મહાપુરાણ કથા” વડોદરામાં શંકર ભગવાનના પ્રસાદ ઉપર પહેલી વખત વર્ણન કરવામાં આવશે. જેમાં ભગવાન શિવજીને ચઢાવવામાં આવતા દરેક પ્રસાદની મહિમા અને મહત્વનું વર્ણન કરવામાં આવશે. જેનું વર્ણન સાંભળવાનું જીદંગીમાં બીજી વખત મળશે કે નહીં તેવું મહારાજશ્રીએ જણાવેલ છે, મહારજશ્રીનું સુત્ર “ એક લોટા જલ, સભી સમસ્યા કા હલ “

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *