
કરિયરનકશા અને શિવ નાદર ફાઉન્ડેશન કે જે શ્રી શિવ નાદર HCL ગ્રૂપના સ્થાપક દ્વારા ચલાવાતી એન. જી.ઓ. સંસ્થા છે જે શિક્ષણ અને અન્ય ક્ષેત્રે મોટાપાયે અનુદાન કાર્યક્રમો યોજે છે તેઓ સાથે મળીને સહર્ષ જાહેર કરે છે ધોરણ પાંચમાં ભણતા આર્થિક રીતે અશક્ત (આરટીઇ હોઈ શકે છે) છતાં હોશિયાર વિદ્યાર્થીઓ માટે શિષ્ય વૃત્તિ પરીક્ષા જેમાં પાસ થનાર વિધતાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી અને આગળ ભારત અને વિદેશમાં પણ તેઓની ક્ષમતા અને પ્રતિભાના આધારે વિનામૂલ્યે શિક્ષણ મેળવવાની તક આ તક મેળવવા માટે શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ તરફથી અત્યંત ઉત્તમ પ્રતિસાદ મળી રહેલ છે. આ શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન અને રજીસ્ટ્રેશન ગુજરાત ખાતે કરિયરનકશાના યુવા ફાઇન્ડર અને સી. ઈ. ઓ. શ્રી નિમિષ ગોપાલ અને કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રમાં અનુભવી શ્રી તુષાર કાર્લેકર વાઇસ પ્રેસિડેન્ટ ગ્રોથ ના માર્ગદર્શનમાં કરિયર નકશાના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રીમતી સોનાલી નારાયણગાવકર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાંચ(૫) અંગ્રેજી માધ્યમની અને હિન્દી માધ્યમની અગિયાર(૧૧) શાળાઓ તથા ઘણી બધી ખાનગી શાળાઓના ધોરણ પાંચના આશરે ૨૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન તારીખ ૧૦-૧૨-૨૦૨૨ શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન લેવાનાર છે.
અત્રે શ્રી તુષાર કાર્લેકર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી હિતેશ પટણી અને શાસનાધિકારી સાહેબશ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ના સર્વોત્તમ સહયોગ અને માર્ગદર્શન માટે આભાર માનવામાં આવ્યો અને આવા જ સહયોગ ની વિનંતી અને અપીલ કરેલ છે.
ધોરણ 6 માટેની વિદ્યાજ્ઞાન ઇન્ડક્શન પ્રક્રિયા નીચે મુજબ છે:
- જિલ્લા કક્ષાની લેખિત કસોટી – માધ્યમ – હિન્દી અને અંગ્રેજી
- શોર્ટલિસ્ટ વિદ્યાર્થીઓ સાથે સાક્ષાત્કાર
- સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ
- શૈક્ષણિક રેકોર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી
પાત્રતા: - કૌટુંબિક આવક: શહેરી વિદ્યાર્થીઓ માટે: વાર્ષિક 2 લાખ કરતાં ઓછી, ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે: વાર્ષિક 1.25 લાખ કરતાં ઓછી
- વય માપદંડ: ગ્રેડ VI માં પ્રવેશ (31મી માર્ચ 2023ના રોજ લઘુત્તમ 10 વર્ષ અને મહત્તમ 12 વર્ષ)
- ગુજરાતનું નિવાસસ્થાન
- માત્ર એક પ્રયાસની પરવાનગી છે