
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ઓ પૂર્ણ થતાંજ એકઝેટ પોલના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા આગળ વધી રહી હોવાના વર્તારા વર્તાયા છે.અને ભારતીય જનતા પાર્ટી એ પણ સરકાર બનાવવા ની તમાંમ ક્વાયત હાથ ધરી છે . ત્યારે આજે એટલે કે આઠમી તારીખે હિંમતનગર ખાતે મતગણતરી થનાર છે ત્યારે લોકોની ઉત્સુકતા વધી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અને રાજ્ય સરકાર ના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની જીત નક્કી હોવાનું મતદાતાઓ દ્વારા જાણવા મળ્યું છે.એટલુ જ નહીં પણ ભારે મતોથી તેમનો વિજય થશે અને ગામડાના લોકો કહી રહ્યા છે જીત પાક્કી છે. ત્યારે વીસેક હજાર ઉપરાંત ના મતોથી ગજેન્દ્રસિંહ પરમાર નો વિજય નક્કી જણાતા પ્રાંતિજ તલોદ ની જનતાએ વિજયને વધાવવાની તમામ તૈયારીઓ કરી દીધી છે .એજ રીતે હિંમતનગર વિધાનસભા ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ કાયદામંત્રી વિનેન્દ્ સિંહ ઝાલા ની જીત પણ પાક્કી થનાર હોવાનું જાણવા મળ્યું છે…
મનુભાઈ નાયી પ્રાંતિજ