ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા સેક્ટર-૨૦ની સેવા વસ્તીમાં ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની અખબારી યાદી જણાવે છે કે, શિયાળાની ઠંડીની શરૂઆત હવે થઈ રહી છે ત્યારે ગાંધીનગર ઉત્તર મતક્ષેત્રના પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનભાઈ પટેલ દ્વારા સેક્ટર -૨૦ની સેવા વસ્તી ખાતે રૂબરૂ જઇ સ્થાનિકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં વોર્ડ ૫ ના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્પોરેટર તરીકે ચુંટાઈ આવ્યા બાદ તે સમયગાળામાં અને મહાનગરના મેયર પદની જવાબદારી સંભાળી તે સમયગાળામાં પણ શ્રીમતી રીટાબેન પટેલ સતત સક્રિય રહ્યા છે, જનતાની વચ્ચે રહ્યા છે અને આજે જ્યારે જનતાના આશીર્વાદથી તેમના શિરે વિસ્તારના ધારાસભ્ય તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી છે ત્યારે તેઓ પોતાની કાર્યશૈલી મુજબ જનતાની સતત ચિંતા કરી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *