





ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિસ્તારના સક્રિય અને યુવા મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનભાઇ પટેલે કાર્યક્ષેત્રના સરઢવ ગામે સ્થિત રેવાબાઈ જનરલ હોસ્પિટલ ની મુલાકાત કરી હતી જ્યાં તેઓએ હોસ્પિટલના વ્યવસ્થાપન ઉપલબ્ધ સુવિધાઓ સારવાર પદ્ધતિઓ સહિતની કામગીરી અંગે જાણકારી મેળવી સમીક્ષા કરી હતી તેમજ દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો.
