
આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાપડ વિભાગ (CT), ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાએ મહિલાઓના આર્થિક સશક્તિકરણ તરફ મહત્વનું પગલું ભર્યું છે.
ભારતીય હસ્તકલામાં સામાજિક પરિવર્તન અંતર્ગત પ્રોજેક્ટ STREE હેઠળ ફેર ટ્રેડ ફોરમ ઈન્ડિયા (FTF-I) અને તેની સભ્ય સંસ્થા ધરોહર ફાઉન્ડેશન સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.

FTF-I ના પ્રમુખ રાજેશ કુમાર, યુનિ.ના રજિસ્ટ્રાર કે. એમ. ચુડાસમાએ અન્ય મહાનુભાવો, કલાકારો અને અનેક વિદ્યાર્થીઓની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
એમ.એસ.યુ. માં ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ડીન એવા પ્રૉ. અંજલિ કરોલીયાએ જણાવ્યું હતું કે, “MSU, FTF-I અને ધરોહર ફાઉન્ડેશનનો સુભગ સમન્વય ભારતમાં STREE પ્રોજેક્ટ હેઠળ શૈક્ષણિક અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશનની ભાગીદારીની રચનાત્મક અને ડિજિટલ કૌશલ્યોને આગળ લઈ જશે.”
FTF-I અને ધરોહર ફાઉન્ડેશન તેમના ચાલુ પ્રોજેક્ટ ‘STREE’ હેઠળ આર્થિક સશક્તિકરણ અને ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવા માટે તેમજ કૌશલ્ય વિકાસ માટે મહિલા કારીગરોને જરૂરી સંપર્ક પ્રદાન કરવા તૈયાર હતા.
યુરોપિયન યુનિયનના સમર્થનથી કારીગરો માટે “પ્રોજેક્ટ ‘STREE’ સામાજિક પરિવર્તન અને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ” ને સમર્થન અને અમલીકરણ માટેના સહયોગી કરાર તરીકે એમ.ઓ.યુ.ની કલ્પના કરવામાં આવી છે.જેને સાકાર કરવાના યથાર્થ પ્રયત્નો આદિવાસી કારીગરોના ઉત્થાનમાં પણ મદદરૂપ સાબિત થશે.

CT (MSU), FTF-I અને ધરોહર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેર-ટ્રેડ નિષ્ણાતો, એડવોકેટ્સ, ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સ, પર્યાવરણવાદીઓ, ફેશન ડિઝાઇનર્સ, સર્ક્યુલર ફેશન ડિઝાઇનર્સ અને પ્રેક્ટિશનરોની જમાવટ માટે પણ સહયોગ કરશે. તેમની કૌશલ્યતાનો ઉપયોગ નોલેજ શેરિંગ સેશન્સ અને ટ્રેનિંગ, મેન્ટરશિપ, ભાગીદારીની ઇન્ટર્નશિપ માટે કરવામાં આવશે.જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી, ફેકલ્ટી ઑફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ, મ.સ.યુ.બરોડાના વિદ્યાર્થીઓ પણ મહત્વનો ફાળો આપશે.

“CT-MSU પરંપરાગત ભારતીય હસ્તકલા સાથે સંકળાયેલી મહિલા કારીગરો માટે ટકાઉ આજીવિકા અને રોજગાર/ઉદ્યોગ સાહસિકતાની તકોને પ્રોત્સાહિત કરવા માટે કામ કરી રહી છે, જેથી વ્યાજબી વેપાર સિદ્ધાંતોને અનુસરીને ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઉચ્ચ બજારો માટે તેમના ઉત્પાદનોને ડિઝાઇન કરવા અને બનાવવા માટે સર્જનાત્મક અને ડિજિટલ કૌશલ્યોની તાલીમ આપી શકાય.
“FTF-I અને ધરોહર ફાઉન્ડેશન તેમના ચાલુ પ્રોજેક્ટ ‘STREE’ હેઠળ આર્થિક સશક્તિકરણ અને ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવા માટે જરૂરી કૌશલ્ય વિકાસ માટે મહિલા કારીગરો સાથે જરૂરી સંપર્ક સાધવા કટીબદ્ધ થયા હતા. આમ, એમ.ઓ.યુ.ની સહાયક કરાર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. યુરોપિયન યુનિયનના સમર્થનથી કારીગરો માટે “પ્રોજેક્ટ ‘STREE’- સામાજિક પરિવર્તન અને આર્થિક સશક્તિકરણ” નો થયેલો અમલ તે આદિવાસી કારીગરોના ઉત્થાનમાં પણ મદદ કરશે,”તેમ પ્રો. અંજલિ કરોલિયા એ જણાવ્યું હતું.

આમ,આ પ્રોજેક્ટ અંતર્ગત CT (MSU), FTF-I અને ધરોહર ફાઉન્ડેશન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેર-ટ્રેડ નિષ્ણાતો, એડવોકેટ્સ, ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સની જમાવટ માટે પુરેપુરો સહયોગ આપવામાં આવશે તથા ગ્રામ્ય વિસ્તારમાં જન્મ લેતી અવનવી કારીગરાઈને પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.