અંકલેશ્વર માં અટલ સ્મુર્તિ નિમિતે કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરાયું


=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કબડ્ડી ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો
=ભરૂચ જિલ્લા ની 24 ટિમો એ ભાગ લીધો =4 મહિલા ટીમે ભાગ લીધો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

સમગ્ર ભારત આજે 25 ડિસેમ્બર ના દિવસ ની અટલ સ્મૃતિ તરીકે ઉજવણી કરી રહ્યું છે .ત્યારે અટલ સ્મૃતિ નિમિતે અંકલેશ્વર ની જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ની 4 મહિલા ટિમ સહીત 24 ટિમો એ ભાગ લીધો હતો

25 ડિસેમ્બર પૂર્વ પ્રધાન મંત્રી અને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈજી ના જન્મ દિવસ ને અટલ સ્મૃતિ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે અટલ સ્મૃતિ દિન નિમિત્તે ગુજરાત માં સૌપ્રથમ અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગુજરાત રાજ્ય ઉપક્રમે કબડ્ડી ટુર્નામૅન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ માં યોજાયેલ આ ટુર્નામેન્ટ ને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે દીપપ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માં ભરૂચ જિલ્લા ની 24 ટિમો એ ભાગ લીધો હતો જે પૈકી 16 ઓપન કેટેગરી ,ચાર જુનિયર અને ચાર મહિલા ટિમો એ પણ ભાગ લીધો હતો આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ,અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,,નગર પાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિત 24 ટીમના ખેલાડીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *