દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(DAY-NRLM) ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ટાઉનહોલ ખાતે “કેશ ક્રેડિટ કેમ્પ” યોજાયો


મહેસાણા
• જિલ્લાના ૧૨૨ જૂથોને રૂપિયા ૩૬.૬૦ લાખનું રીવોલ્વીંગ ફંડ
• જિલ્લાના ૭૪ સ્વસહાય જૂથોને રૂપિયા ૧૦૫ લાખનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ
• જિલ્લાના ૮૦૦ સ્વસહાય જૂથોને રૂપિયા ૧૨૦૦ લાખની કેશ ક્રેડિટ લોન

  દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ટાઉનહોલ ખાતે "કેશ ક્રેડિટ કેમ્પ"ને મહેસાણા જિલ્લાના સાંસદ સભ્યશ્રી શ્રીમતી શારદાબેન પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 
   આ પ્રસંગે  મહેસાણાના સાંસદ સભ્યશ્રી શ્રીમતી શારદાબેને જણાવ્યું કે,ડબલ એન્જિનની સરકારે મહિલાઓ સ્વનિર્ભર બને,એમનો સામાજિક-આર્થિક વિકાસ થાય એ માટે બેટી બચાઓ,બેટી પઢાઓ,ઉજ્જવલા યોજના વગેરે જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. 
   સાંસદશ્રી એ પણ ઉમેર્યું હતું કે,સરકાર દ્વારા મહિલાઓ આગળ આવે એ માટે તેમનું ક્ષમતા નિર્માણ કરવામાં આવી રહ્યું છે.તેમજ ગરીબ મહિલાઓ ભેગી થઈને સખી મંડળની રચના કરીને રીવોલ્વીંગ ફંડ પણ સરકાર પાશેથી મેળવી પગભર બની રહી છે. 
  આ અવસરે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રહલાદ પરમારે જણાવ્યું કે,મહિલાઓ આજે પુરુષ સમોવડી બની છે.સખી મંડળ દ્વારા નાનાં-મોટા કર્યો કરીને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થયું છે.મહિલા સશક્તિકરણથી જ ભારતનું સશક્તિરણ થશે. 
  આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોરે જણાવ્યું કે,આજે ગ્રામીણ મહિલાઓ સમૃદ્ધ બની રહી છે.મહિલાઓ સશકત થવાથી તેમનો સામાજિક-આર્થિક વિકાસ થયો છે પરિણામે તેમનો પરિવાર મજબૂત થયો છે.આમ મહિલા સશક્ત થવાથી પરિવાર સશક્ત બનશે અને અંતે રાષ્ટ્ર મજબૂત થશે.   
  આ વેળાએ સર્વે ધારસભ્યશ્રીઓ કરશનભાઇ સોલંકી,કે.કે.પટેલ,મુકેશ પટેલ,સરદારજી ચૌધરી,ઈંચાર્જ કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એચ.એમ.ચાવડા,લાભાર્થી મહિલાઓ વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટ.. ડેવિડ પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *